Mehsanaમાં વેપારી પાસેથી 21 લાખથી વધુની છેતરપિંડી કરવામાં મદદ કરનાર નકલી IAS ઝડપાયો
Mehsana News: મહેસાણાના વિસનગરમાં કાંસાના દિનેશ પટેલ સાથે ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધ

Mehsana News: મહેસાણાના વિસનગરમાં કાંસાના દિનેશ પટેલ સાથે ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ મુજબ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઇ અને કૌશિક પટેલે દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી હતી. ત્યારે સુરતના કૌશિક પટેલ અને દિનેશ પટેલે વિસનગરના દિનેશ પટેલને ફોન કરી કહ્યું હતું કે, પોતાને ત્યાં ઇન્કમટેક્સની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા છે. અને પોતાની પાસે વકીલને આપવાના પણ પૈસા નથી કહી દિનેશ પટેલ પાસેથી રૂ.21.65 લાખ મેળવી લીધા હતા.
ત્યારે આ શખ્સોએ પૈસા આપવા ના પડે તે માટે બીજા વ્યક્તિની થાર ગાડી પણ આપી દીધી હતી. વળતા પૈસા માંગતા તેઓએ ચેક આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવી દીધું. અને અમદાવાદના અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી નામના વ્યક્તિ પાસેથી IASની ખોટી ઓળખાણ આપી પૈસા પડાવ્યા હતા. જેણે IASની ઓળખાણ આપી 79,000 પડાવ્યા હતા. જે સમગ્ર મામલે કુલ 4 શખ્સો વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી જે નકલી IAS બન્યો હતો તેની વિસનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
વિસનગર પોલીસે ઝડપેલ અર્પિત કે જે પોતાને IAS તરીકેની ઓળખ આપતો હતો જેની પોલીસે તપાસ કરતા તે કોઈ અધિકારી નહીં પણ પાણી વેચવા વાળો શ્રમિક નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તે કૌશિક પટેલ અને જયંતિલાલ પટેલે લખી આપેલી સ્ક્રિપ્ટ મુજબ દિનેશ પટેલને ફોન કરીને IAS ની ધાક જમાવી પૈસા માંગતો હતો.
એટલું જ નહીં તેને દિનેશ પટેલને પૈસાનો ફોટો પણ મોકલ્યો હતો કે મારી પાસે ઇન્કમટેક્સે સીઝ કરેલા 300 કરોડ પડ્યા છે. તે છોડાવવા તમારા મિત્ર કૌશિક અને જયંતિભાઈને મદદ કરવા પૈસા આપો. આમ આ નકલી IAS ની કહાની તેની ધરપકડ થતા જ પુરી થઈ જાય છે. અને નકલી IAS જેલ હવાલે થઈ ગયો છે. ત્યારે હજુ સુરતના પિતા પુત્ર જયંતિ પટેલ અને કૌશિક પટેલ ફરાર છે. જેની વિરુદ્ધ પોલીસ તપાસ કરી શોધખોળ કરી રહી છે.






