VIDEO: Mehsanaની ખાનગી સ્કૂલમાં ડિજિટલી પદ્ધતિથી મોનિટરની ચૂંટણી, વિદ્યાર્થીઓએ કર્યું વોટિંગ
મહેસાણા શહેરમાં આવેલી એક ખાનગી સ્કૂલે અનોખો પ્રયોગ કર્યો છે. ડિજીટલી પદ્ધતિથી સ્કૂલમાં મોનિટરની ચૂ
મહેસાણા શહેરમાં આવેલી એક ખાનગી સ્કૂલે અનોખો પ્રયોગ કર્યો છે. ડિજીટલી પદ્ધતિથી સ્કૂલમાં મોનિટરની ચૂંટણી યોજવામાં આવી હતી. સ્કૂલના 20 ક્લાસ માટે 6 ક્લાસમાં બિનહરિફ મોનિટર ચૂંટાયા છે. જ્યારે 14 મોનિટરો માટે બાળકોએ ડિજિટલી પદ્ધતિથી સ્કૂલના બાળકોએ જ વિકસાવેલી એપ દ્વારા વોટિંગ કર્યું હતું.
મહેણાસાની ખાનગી સ્કૂલમાં મોનિટરોની ચૂંટણી યોજવામાં આવી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં પ્રતિનિધિત્વ વિકસાવવા અને જવાબદારી નિભાવતા શીખવવા આ ખાનગી સ્કૂલમાં દર વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. પરંતુ આજ મોનિટરોની ચૂંટણીમાં ડિજીટલ પદ્ધતિ વિકસાવી ચૂંટણી યોજવામાં આવી છે. સ્કૂલના કુલ 20 કલાસ માટે યોજવામાં આવેલી મોનિટરોની ચૂંટણીમાં અગાઉથી જ 6 મોનિટરો બિનહરીફ થયા હતા.
જ્યારે 14 કલાસના મોનિટરો માટે પ્રથમવાર શાળામાં ડિજીટલ ટેકનોલોજીથી વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા જ ચૂંટણી માટે એપ્લિકેશન વિકસાવી અને સ્કૂલના લેપટોપનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનિક ડિજિટલ પદ્ધતિથી મતદાન યોજ્યું હતું.





