ચાંદીપુરા વાયરસથી સાતમું મોત : અરવલ્લીના ઢેકવા ગામના બાળકનું સારવાર દરમિયાન મોત
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે. અરવલ્લીના ઢેકવા ગામના ત્રણ

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે. અરવલ્લીના ઢેકવા ગામના ત્રણ વર્ષના બાળકનું ટૂંકી સારવાર બાદ મોત થયુ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બે દિવસથી બાળક સારવાર હેઠળ હતો. શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુઆંક 6ને પાર પહોંચ્યો છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફફડાટ
ચાંદીપુરા વાયરસે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફફડાટ ફેલાવ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. આ વાયરસને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. ચાંદીપુરા વાયરસનો વધુ ફેલાયો ન થાય તે માટે દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડોર ટુ ડોર તપાસ કરવામાં આવી રહી છે.
12 શંકાસ્પદ કેસો
સાબરકાંઠા જિલ્લામાં -4 કેસ
અરવલ્લી જિલ્લામાં - 3 કેસ
મહિસાગર જિલ્લામાં -1
ખેડા જિલ્લામાં - 1 કેસ
રાજસ્થાનના બે દર્દીઓ ગુજરાતમાં
મધ્યપ્રદેશનો એક દર્દી
9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં
ચાંદીપુરા વાઈરસ વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય (રેત માખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે.
શું હોય છે ચાંદીપુરા વાયરસના લક્ષણો?
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે. માથું દુ:ખવું, આંખો લાલ થઈ જાય, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા આ વાયરસના મુખ્ય લક્ષણ છે. આ વાયરસ મચ્છર, લોહી ચુસનાર જંતુ અને સેન્ડફ્લાય જેવા વેક્ટર્સથી ફેલાય છે.








