મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: 'હમારા મિશન પૂરાની પેન્શન ના નારા' સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું ધરણા-પ્રદર્શન

રાજ્યના પાટનગરમાં નવું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. પાટનગરમાં આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણ

ગાંધીનગર:  'હમારા મિશન પૂરાની પેન્શન ના નારા' સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું ધરણા-પ્રદર્શન

રાજ્યના પાટનગરમાં નવું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. પાટનગરમાં આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ધારણા યોજાશે. હમારા મિશન પૂરાની પેન્શનના નારા સાથે ધરણા કરશે.

બનાસકાંઠાના અમીરગઢ ,ડીસા ,વડગામના શિક્ષકો સામૂહિક રીતે ધરણામાં જોડાશે

સરકાર સમક્ષ માંગ રાખશે.ધરણા પ્રદર્શનમાં  રાજ્યભરમાંથી ગાંધીનગર ખાતે શિક્ષકો અને આચર્યો જોડાશે. બનાસકાંઠાના અમીરગઢ ,ડીસા ,વડગામના શિક્ષકો સામૂહિક રીતે ધરણામાં જોડાશે.

 11 થી સાંજે 5 વાગ્યા સુધી ધારણા યોજાશે

સંયુક્ત મોરચા ગુજરાત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાન અંતર્ગત જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગર ખાતે ધરણાનો યોજાનાર છે.

 પ્રાથમિક, માધ્યમિક તેમજ આચાર્ય સંવર્ગના શિક્ષકો જોડાશે

ધરણા કાર્યક્રમમાં પંચમહાલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક, માધ્યમિક તેમજ આચાર્ય સંવર્ગના શિક્ષકો સત્યાગ્રહ છાવણી ગાંધીનગર તરફ કુચ કરશે. આ મામલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકો યોજાઈ હતી, રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

જૂની પેન્શન યોજના શું છે?

જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. 

જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.

આ સમાચાર શેર કરો