રાજકોટ એરપોર્ટથી હૈદરાબાદની નવી ફ્લાઈટ શરૂ થશે, સૌરાષ્ટ્રના મુસાફરોને થશે ફાયદો
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હૈદરાબાદની નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. જેના પગલે રાજકોટ સહિત

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હૈદરાબાદની નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. જેના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને ફાયદો થશે. ઇન્ડિગો દ્વારા રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ફ્લાઈટ 14.25 વાગ્યે રાજકોટથી ટેક ઓફ કરશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એરલાઈન્સ 16મી સપ્ટેમ્બરથી રાજકોટથી હૈદરાબાદની ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. આ ફ્લાઈટ 14.25 વાગ્યે રાજકોટથી ટેક ઓફ કરશે અને 16.05 વાગ્યે હૈદરાબાદ લેન્ડ થશે. જ્યારે હૈદરાબાદથી 12.10 વાગ્યે રવાના થશે અને 13.55 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ફ્લાઈટ દૈનિક હોવાથી મુસાફરોને ફાયદો થશે.
હવે રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ વધીને 13 થશે
ઉલ્લેખનીય છે કે, હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટથી હાલ 12 ફ્લાઇટ કાર્યરત છે. જેમાં મુંબઈની 5, દિલ્હીની 2, બેંગલોર, ગોવા , પુણે, અમદાવાદ અને સુરતની ફ્લાઇટ કાર્યરત છે. ત્યારે 16 સપ્ટેમ્બરથી હૈદરાબાદની નવી ફ્લાઇટ શરૂ થશે. આમ હવે ફ્લાઈટ વધીને 13 થશે.








