મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: દુષ્કર્મના આરોપીઓના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળશે

વડોદરામાં સામુહિક દુષ્કર્મના આરોપીઓ સામે યુપી વાળી થશે. બે આરોપીઓનાં મકાન પર મહાનગરપાલિકા બુલડોઝર ફેરવશે.

વડોદરા: દુષ્કર્મના આરોપીઓના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળશે

વડોદરામાં સામુહિક દુષ્કર્મના આરોપીઓ સામે યુપી વાળી થશે. બે આરોપીઓનાં મકાન પર મહાનગરપાલિકા બુલડોઝર ફેરવશે.  મન્ના અને મુમતાજ ઉર્ફે આફતાબનાં ઘરને નોટિસ આપી દેવામાં આવી છે. મકાન ગેરકાયદેસર હોવાથી બંને મકાન તોડી પડાશે.પાલિકા ત્રણ દિવસ બાદ મકાનો પર બુલડોઝર ફેરવશે.

ગેંગરેપ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

વડોદરામાં ગેંગરેપ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઝડપાયેલા પાંચ આરોપીઓના ઘરે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે ચાર વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓ પાસેથી ત્રણ ટુ વ્હીલર જપ્ત કરવામાં આવ્યા છે. દુષ્કર્મ સમયે આરોપીએ પહેરેલા કપડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓના મોબાઇલ કબ્જે લેવામાં આવ્યા છે. આરોપીઓએ પીડિતાનો મોબાઇલ વિશ્વામિત્રી નદીમાં ફેકી દીધો હતો. SITની ટીમ આરોપીઓને લઇ વડસર વિશ્વામિત્રી બ્રિજ પહોંચી હતી. વડોદરા ફાયર બ્રિગેડની મદદથી પોલીસ નદીમાં મોબાઇલની શોધખોળ કરી હતી.પોલીસે આરોપી શાહરૂખ બંજારાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

 ભાયલી ગામની સીમમાં સન માર્ટિન મેડ્રિક સોસાયટીના પાછળના ભાગે બોય ફ્રેન્ડ સાથે બેસેલી યુવતી સાથે ગેંગરેપ કરવાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારીની રજૂઆત બાદ  અદાલતે પાંચ આરોપીઓના 10 મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મંગળવારે બપોરે ઓળખ પરેડ કરાવ્યા પછી પોલીસે ગેંગરેપના પાંચ  આરોપીઓને સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે રજૂ કરેલા13 મુદ્દાઓમાં તપાસ કરવાની બાકી હોવાની મુખ્ય રજૂઆત હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ ગુનો કરતા સમયે પહેરેલા કપડા કબજે કરવાના બાકી છે. ભોગ બનનાર કિશોરીનો મોબાઇલ  ફોન અને ગુનામાં વપરાયેલી બાઇક કબજે કરવાના છે. જેમાં આરોપીઓની  હાજરીની જરૂરિયાત છે. આરોપીના મેડિકલ ટેસ્ટ માટે સેમ્પલ લેવાના છે. 

આ સમાચાર શેર કરો