મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, મુદ્દામાલ સહિત આરોપીની ધરપકડ

હજી તો ઉત્તરાયણના તહેવારને દોઢ મ

ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, મુદ્દામાલ સહિત આરોપીની ધરપકડ

હજી તો ઉત્તરાયણના તહેવારને દોઢ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે એ પહેલા જ દોરીને લગતા સમાચાર સામે આવી રહ્યા છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન, ચાઈનીઝ માંજા, ગ્લાસ કોટેડ થ્રેડ, સિન્થેટીક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી અને નાયલોન દોરીના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાલુપુર ખાતે આવેલ એમ.એસ. શોપિંગ સેન્ટરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપી ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો

મળતી માહિતી મુજબ, પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમીના આધારે, કાલુપુર ટાવર પાસે આવેલા એમ.એસ. શોપિંગ સેન્ટરની દુકાન નંબર 12, પહેલા માળે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી પ્રતિક ઉર્ફે લાલો કંસારાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. 

 492 નંગ ચાઈનીઝ દોરીની રીલ મળી

આરોપી પાસેથી કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં સફેદ પ્લાસ્ટિક લપેટેલા 13 બોક્સમાંથી કુલ 492 નંગ ચાઈનીઝ દોરીની રીલ મળી આવી હતી. જપ્ત કરાયેલા આ જથ્થાની કુલ કિંમત 1,23,000 રૂપિયા છે. આરોપી પ્રતિક સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીએ આ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી મંગાવ્યો હતો અને તે કોને વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવ્યો હતો, તેની માહિતી મેળવવામાં આવશે.

આ સમાચાર શેર કરો