શહેરમાં વારંવાર ટ્રાફિકના નિયમો તોડનારાના લાઈસન્સ થશે રદ, પોલીસે RTOને સોંપ્યો રિપોર્ટ
મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા એ સામાન્ય વાત બની ગઈ છે. મોટેભાગે રોંગ સા

મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા એ સામાન્ય વાત બની ગઈ છે. મોટેભાગે રોંગ સાઈડમાં વાહન ચલાવવા, ટ્રાફિક સિગ્નલો તોડીને ભાગી જવું વગેરે સામાન્ય છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસે આવા રોંગ સાઈડમાં વાહન હંકારતા અને ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા વાહનચાલકો સામે લાલ આંખ કરી છે. ટ્રાફિક સિગ્નલના નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થશે.
જણાવી દઈએ કે, સુરત પોલીસે ટ્રાફિક નિયમોનું સખ્તાઈથી પાલન કરાવવા માટે કડક કાર્યવાહી કરી છે. સુરત પોલીસે 1097 જેટલા વાહન ચાલકો સામે કેસ કર્યા છે.
રોંગ સાઇડ અને ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા વાહન ચાલકો સામે કેસ કર્યા છે. આ તમામ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા પોલીસ RTOને રિપોર્ટ કરશે. સુરત RTO અને ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને પાઠ ભણાવા લાઇસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરી છે.






