Happy Birthday Ahmedabad: ઈતિહાસ, આર્થિક, સાંસ્કૃતિક અને આધુનિકતાનો સુભગ સમન્વય ધરાવતું શહેર
ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેરને આજે 614મો જન્મદિવસ છે. 26મી

ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેરને આજે 614મો જન્મદિવસ છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુર્જ પાસે એમદાવાદની સ્થાપના કરી હતી. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે કાંકરિયા-લક્કડિયો પુલ અમદાવાદની ઓળખ ગણાતા અને આજે હવે સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, SG હાઈવે, સિંધુભવન રોડ, કાફે, રેસ્ટોરેન્ટ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ આજે મોલ કલ્ચરમાં તબ્દીલ થયું છે.
અમદાવાદ ઈતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત
અમદાવાદ હંમેશા સમયની સાથે ચાલ્યું છે. અમદાવાદ જેટલું આધુનિક અને વિકાસિત છે તેનો ઈતિહાસ એટલો જ મોટો છે. અમદાવાદ ઈતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે. ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે વિકસેલું સાબરમતી આશ્રમ,દાંડી કૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે.
શહેરના વિવિધ વિસ્તારોના નામ કેવી રીતે પડ્યાં?
અમદાવાદના વિવિધ વિસ્તારના નામ કઈ રીતે પડ્યા તેની પાછળ પણ રસપ્રદ ઈતિહાસ છે. જેમ કે, નવરંગપુરાની વાત કરવામાં આવે તો તે 240 વર્ષ અગાઉ ઔરંગઝેબના સુબા નવરંગમિયાના નામ પરથી આ વિસ્તાનું નામ પડ્યું છું. એક સમયે અમદાવાદના સૌથી વધુ બાગ મણિનગરમાં હતા. આ વિસ્તારના શેઠ મણિલાલ રણછોડલાલની યાદમાં મણિનગર નામ આપ્યું હતું વર્ષો પહેલા આંબાડી વિસ્તારમાં મોટાપ્રમાણમાં આંબાના ઝાડ હતા. જેમ વસતી વધી તેમ આંબાના ઝાડ લુપ્ત થતા ગયા પણ આંબાવાડી નામ પ્રચલિત જ રહ્યું હતું. કોચરબ વિસ્તારનું નામ દેવી કોરવાના નામ પરથી રાખવામાં આવ્યું છે. રાજા કરણસિંહ સોલંકી આ વિસ્તારના સ્થાપક હતા.અમદાવાદનો પાયો કોણે નાખ્યો હતો?
અમદાવાદ શહેરની સ્થાપના અંગે કેટલીક માન્યતાઓ ખૂબ જ પ્રચલિત છે. એવું કહેવાય છે કે 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહેમદ શાહ તેમના શિકારી કૂતરા સાથે અહીં આવ્યા ત્યારે અહીંના સસલાએ તેમના કૂતરાને ભગાડી દીધા હતા. ત્યાર પછી અહેમદ શાહને અહીં નવી રાજધાની સ્થાપવાનો વિચાર આવ્યો. તેમણે ધાર્મિક ગુરુ શેખ અહેમદ ખટ્ટુને અહીં શહેર સ્થાપવા માટે મંજૂરી માગી. ત્યારે તેમણે કહ્યું તમને ક્યારેય બપોરની નમાઝ ચૂક્યા ના હોય તેવા ચાર અહેમદ મળે તો તમે આ શહેરની સ્થાપના કરી શકશો. ત્યાર પછી અહેમદ શાહે ગુજરાતમાં તપાસ કરાવતા બે અહેમદ મળ્યા, ત્રીજા શેખ અહેમદ ખટ્ટુ અને ચોથા પોતે એમ ચાર અહેમદ અને 12 બાબાએ મળીને અમદાવાદની સ્થાપના કરી હોવાની માન્યતા છે.
અમદાવાદે આઝાદીના આંદોલનમાં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા
આઝાદીના આંદોલનમાં પણ અમદાવાદે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અંગ્રેજો વિરુદ્ધ મહાત્મા ગાંધીની ચળવળને કારણે આ શહેરમાં તમામ મોટા કાર્યક્રમો અને સંઘર્ષોની સાક્ષી બન્યું. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી જ મીઠાના સત્યાગ્રહ માટેની ચળવળ શરૂ કરી. આ એ જ અમદાવાદ છે જ્યાં એક સમયે ગાંધીજીએ શપથ લીધી હતી કે, અંગ્રેજોને આ દેશમાંથી હટાવશે નહીં ત્યાં સુધી પાછા નહીં આવે. ત્યાર પછી ગાંધીજી અમદાવાદ પાછા આવી શક્યા નહોતા. સાબરમતી નદી પર ગાંધી બાપૂના સાબરમતી આશ્રમથી લઈને કોચરબ આશ્રમ હોવાના કારણે આ રસ્તો આશ્રમ રોડ તરીકે ઓળખાય છે.
અમદાવાદના વિવિધ સ્થળો
અમદાવાદની આનબાનશાન છે ભદ્રનો કિલ્લો,અમદાવાદના કાંકરિયા તળાવની લહેરો અને પ્રાણીસંગ્રાલય આકર્ષણનું કેન્દ્ર, અમદાવાદના સૌથી સુંદર બગીચાઓમાંનું એક છે પરિમલ ગાર્ડન, અમદાવાદનું સાબરમતિ રિવરફ્રન્ટ તો આકર્ષણનું કેન્દ્ર છે., અમદાવાદની પ્રખ્યત સિદી સૈયદની જાળીએ સ્થાપત્યનું ખાસ કેન્દ્ર છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્રમોદી સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે. અમદાવાદની સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજની તો ઓળખ જ અલગ છે.








