મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, મૃત્યુઆંક 5 થયો

હિંમતનગરમાં આજે વધુ એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું

હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, મૃત્યુઆંક 5 થયો

હિંમતનગરમાં આજે વધુ એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, સાબરકાંઠામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી કુલ પાંચ બાળકો મોતને ભેટ્યા છે.

પોશીના તાલુકાના નાડા ગામનો 3 વર્ષીય બાળકને તાવ અને બેભાન અવસ્થામાં હોય તેવા લક્ષણો દેખાતા સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં PICU દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

ચાંદીપુરા વાઈરસના 8 કેસો નોંધાયા 

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના 8 કેસો નોંધાયા છે. સિવિલમાં કુલ ૩ બાળકો સારવાર હેઠળ છે. જે પૈકી એક બાળકની સ્થિતી હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું રહ્યું છે.

સાબરકાંઠા-અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોત

હિંમતનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીશીયન વોર્ડમાં ચાંદીપુરા વાયરસના સકંજામાં આવેલા 6 બાળકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાંથી સાબરકાંઠા, અરવલ્લીના 4 બાળકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 4 બાળકોના ભેદી વાયરસથી મોત થતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સહિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓની ટીમ હિંમતનગર સિવિલ દોડી આવી હતી.

ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે?

ભેજયુક્ત વાતાવરણમાં ફેલાય છે વાયરસ
ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે વાયરસ
મચ્છર- માખીના કારણે ચાંદીપુરા વાયરસનો લાગે છે ચેપ
સેન્ડ ફ્લાય નામની માખીના કારણે ફેલાય છે વાયરસ
14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઈ શકે છે ચેપ

ચાંદીપુરા વાયરસના લક્ષણો 

ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી

આ સમાચાર શેર કરો