મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાપુતારામાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત, 30 ઘાયલ

સુરતથી સાપુતારાના પ્રવાસે આવેલી એક ખાનગી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. જ

સાપુતારામાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત, 30 ઘાયલ

સુરતથી સાપુતારાના પ્રવાસે આવેલી એક ખાનગી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી.  જેમાં બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે 30 મુસાફરો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી જારી છે. 

બસમાં કુલ 65 લોકો હતા સવાર 

પ્રાપ્ત માહિતી પ્રમાણે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રવિવારે  મુસાફરોથી ભરેલી લકઝરી બસ ખીણમાં ખાબકી હતી. પરિણામે ઘણા મુસાફરો તેની નીચે દબાય ગયા હતા. હાલ બે બાળકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બસમાં કુલ 65 લોકો સવાર હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ રાહત અને બચાવની કામગીરી જારી છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું.

બસને ક્રેનની મદદથી ખીણમાંથી બહાર કાઢવામાં આવી 

સુરતથી બાપા સીતારામ ટ્રાવેલ્સની બસ નં  GJ 05 BT 9393માં 64 પ્રવાસીઓ સાપુતારા આવ્યા હતા.  આખો દિવસ સાપુતારા ફર્યા બાદ સાંજે 6 વાગ્યે પરત સુરત ફરી રહ્યા હતા ત્યારે સાપુતારા ઘાટમાં યુટર્ન  પર બસ ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ દીવાલ સાથે અથડાઈ ખીણમાં ખાબકી હતી. લક્ઝરી બસને  ક્રેનની મદદથી ખીણમાંથી બહાર કાઢવામાં આવી હતી. 

મૃતકના નામ

1 - અતિફા અરફક શૈખ (ઉં.વ.7)
2 - અસ્ફાખ શેખ (ઉં.વ.3)

આ સમાચાર શેર કરો