મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડ્રાયસ્ટેટ ગુજરાતમાં દર 4 સેકન્ડે એક દારૂની બોટલ પકડાય છે, આ આંકડા જોઇને ચોંકી જશો

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતા ય રોજનો લાખો-કરોડો રૂપિયાનો દારુ પીવાય છે અને ખુલ્લેઆમ વેચાય

ડ્રાયસ્ટેટ ગુજરાતમાં દર 4 સેકન્ડે એક દારૂની બોટલ પકડાય છે, આ આંકડા જોઇને ચોંકી જશો

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતા ય રોજનો લાખો-કરોડો રૂપિયાનો દારુ પીવાય છે અને ખુલ્લેઆમ વેચાય પણ છે. ગુજરાત પોલીસે 2024માં અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી અને ભાવનગરમાંથી મોટા ઓપરેશનો હાથ ધરીને 144 કરોડ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂની 82 લાખ બોટલો જપ્ત કરી હતી. આ આંકડા પ્રમાણે જોવા જઇએ તો ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગાંધીના ગુજરાતમાં એક રિપોર્ટ પ્રમાણે દર 4 સેકન્ડે એક દારૂની બોટલ પકડાય છે. 

ગુજરાતમાં દર ચાર સેકન્ડે એક દારૂની બોટલ પકડાય છે

પોલીસના આંકડા અનુસાર, ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 2024માં દર ચાર સેકન્ડે એક ભારતીય બનાવટની વિદેશી દારુની (IMFL) બોટલ જપ્ત કરવામાં આવી હતી. ગુજરાતમાં 144 કરોડ રૂપિયાની કિંમતની 82,00,000 બોટલ જપ્ત કરવામાં આવી હતી જેમાંથી 4,38,047 બોટલ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને પશ્ચિમ રેલ્વેના અમદાવાદ અધિકારક્ષેત્રમાંથી જપ્ત કરવામાં આવી હતી. એકલા અમદાવાદ શહેરની વાત કરીએ તો 3.06 લાખ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ સાથે સંકળાયેલા 2,139 કેસ નોંધાયા છે જ્યારે 1.58 લાખ લિટર દેશી દારૂના 7,796 કેસ નોંધાયા હતા.

વડોદરા ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો પોલીસે ટ્રક અને ગોડાઉનમાંથી 9.8 કરોડ રૂપિયાની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી.

સુરત ગ્રામ્યમાં પણ સમાન રીતે કાર્યવાહીમાં આંતરરાજ્ય પરિવહન કૌભાંડમાં ઘરગથ્થુ સામાનના વેશમાં 8.9 કરોડની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી. નવસારીમાં પણ 6.23 લાખની ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જે પાડોશી રાજ્યમાં કાર્યરત હાઇટેક ઉત્પાદન એકમો સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. ગોધરામાંથી પણ 8.8 કરોડ રૂપિયાની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી.ભાવનગરમાંથી પણ પાણીની ટાંકી તેમજ તાજી શાકભાજી ભરેલા ઢગલા નીચે છુપાયેલ 8.7 કરોડ રૂપિયાનો વિદેશી દારુ અને દેશી દારુ જપ્ત કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો