મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: સ્ટેટ મોનિટરીંગ સેલે દારૂના જથ્થા સાથે બે આરોપીઓને દબોચ્યા, PI સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

મહેસાણા શહેરના શોભાસણ રોડ પર સંજરી એન્કલેવના પાર્કિંગમાં વિદેશી દારૂના વેચાણની બાતમી ગાંધીનગ

મહેસાણા: સ્ટેટ મોનિટરીંગ સેલે દારૂના જથ્થા સાથે બે આરોપીઓને દબોચ્યા, PI સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

મહેસાણા શહેરના શોભાસણ રોડ પર સંજરી એન્કલેવના પાર્કિંગમાં વિદેશી દારૂના વેચાણની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી, જેના આધારે SMC પોલીસે આ સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા પાડીને વસીમ હબીબ પરમાર (રહે અલીફ સોસાયટી, મહેસાણા તથા દસ્તગીર ઉર્ફે મુકીમ મુબારક બેલીમ (રહે કસ્બા)ને ઝડપી લીધાં હતા. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ આદરી તો આ જથ્થો કોણે વેચાણ આપ્યો તેની જાણકારી મળી હતી. 

પોલીસકર્મીઓ સસ્પેન્ડ

1. બી.વી. પટેલ પીઆઇ

2. એમ.એન.ચાવડા પીએસઆઇ કસ્બા

3. એન.કે. ચારણ પીએસઆઇ

4. જીગ્નેશ રમેશચંદ્ર એએસઆઈ

5. વિષ્ણુ દલસંગભાઈ પોલીસ કોન્સ્ટેબલ

6. નિખિલ નાગજીભાઈ પો.કોન્સ્ટેબલ

7. શૈલેશ અરજણભાઈ પો.કોન્સ્ટેબલ

કુલ રૂપિયા 3,16000 નો મુદ્દમાલ જપ્ત

 પોલીસે બન્ને આરોપીઓની સઘન પૂછપરછ બાદ રસુલનામના શખ્સે વેચાણ કરવા આપ્યો હોવાનું સામે આવ્યું હતું. બન્ને આરોપીઓના જણાવ્યા અનુસાર આ શખ્સના મકાનમાં પોલીસે તપાસ આદરી હતી. ત્યારે રૂમમાં છતમાંથી વિદેશી દારૂની 1525 બોટલ સહિત બે ફોન અને એક ટુવ્હીલર જપ્ત કર્યા હતા, કુલ રૂપિયા 3,16000 નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.

એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓની સામે ગુનો દાખલ

આ અંગે SMCએ મહેસાણા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓની સામે ગુનો દાખલ કર્યો હતો.
આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI અને બે PSI સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એકસાથે ત્રણ પોલીસ અધિકારીઓ સહિત 7 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.

આ સમાચાર શેર કરો