જાહેરાત બાદ સરકાર ભૂલી ગઈ? : 51 કરોડનો રાજ્યનો પ્રથમ કિડ્ઝ સિટી પ્રોજેક્ટ 6 વર્ષે પણ અધૂરો
સપનાનાં ખોટા વાવેતર કરતી સરકાર જેમણે રાજ્યના પ્રથમ કિડ્ઝ સિટીની જાહેરાત તો કરી હતી પંરતુ છ

સપનાનાં ખોટા વાવેતર કરતી સરકાર જેમણે રાજ્યના પ્રથમ કિડ્ઝ સિટીની જાહેરાત તો કરી હતી પંરતુ છ વર્ષે પણ પ્રોજેક્ટ ખાલી ખોખું રહીને ઉભો રહી ગયો. સુરતમાં કિડ્સ સાયન્સ સિટી પ્રોજેકટ હેઠળ 10 વર્ષ સુધીનાં બાળકો માટેનું સેન્ટર બનાવવાનું આયોજન હતું. જેમાં એક ભાગમાં ટ્રાફિક અંગેનું નોલેજ આપવાનું અને બાળકો નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે એ માટે પણ વ્યવસ્થા કરવાની હતી આ ઉપરાંત ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી કરાવવાનું પણ આયોજન હતું. છે. આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માગણી પણ કરવામાં આવી હતી.
પરંતુ 51 કરોડનો કિડ્ઝ સિટી પ્રોજેક્ટ સ્ટ્રક્ચર બનાવીને હાલ તો પડતો મુકાયો છે. પ્રોજેક્ટ માટે જોઈતી ગ્રાન્ટના અભાવે કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાયન્સ સિટી પ્રોજેકટ શરૂ થશે કે નહીં તેનો અધિકારી પાસે કોઈ જવાબ નથી. કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે 1 વર્ષમાં 3 વાર જવાબ માંગ્યો પણ અધિકારીઓનું નરોવા કુંજરોવા! કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું કે પાલિકા કમિશનરને આળસ ખંખેરવાની જરૂર છે. પાલિકા કમિશનર દ્વારા સુરતના મંત્રીઓ ધારાસભ્યોને બેઠક કરી સરકારમાં રજૂઆત કરવામાં આવે તો ગ્રાન્ડ ફાળવવામાં આવશે. પરંતુ આ કામગીરી છ વર્ષથી બંધ જોવા મળી રહી છે અડધું કામ કરીને ખાલી બોક્સ તૈયાર થઈ ચૂક્યું છે.
આ પણ વાંચો : AMC ભરતી કૌભાંડ: મેયરે કમિશનરને લખ્યો પત્ર, વિપક્ષનો કચેરી સામે દેખાવ; કડક કાર્યવાહીની માંગ
પાલિકાએ 6 વર્ષ અગાઉ ગાંધી કોલેજ પાછળ રાજ્યનું પ્રથમ અને સૌથી મોટું કિડ્સ સાયન્સ સિટી શરૂ કરવાનો પ્રોજેકટ મંજૂર કર્યા પછી માત્ર સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરાયું હતું ત્યારથી આ પ્રોજેક્ટ ધૂળ ખાઈરહ્યો છે. જે તે સમયે 51 કરોડનો અંદાજ મંજૂર કરી શાસકોએ સપનાં દેખાડી વાહવાહી લૂંટી લીધી હતી. કુલ 4240 ચોમીમાં આ પ્રોજેક્ટ સાકાર કરવાનો હતો. જે ગ્રાન્ટના અભાવે ઘોંચમાં મુકાયો છે. ગત સામાન્ય સભામાં ભાજપના જ નગરસેવક વ્રજેશ ઉનડકડે પ્રોજેકટને પૂર્ણ કરવા માંગકરી હતી.
પાલિકા પાસે વિકાસ કામો કરવા વેરા અને પેઈડ FSI સિવાય કોઈ પ્રમુખ આવક નથી. દર વર્ષે વિકાસ કામો કરવા 2500થી 3000 કરોડની ગ્રાન્ટ મેળવવી પડે છે. આ સ્થિતિમાં પ્રોજેકટો ટલ્લે ચઢી રહ્યા છે.
જે તે સમયે આ જગ્યાએ ગુજરાતનું સૌથી પહેલું અને મોટું કિડ્સ સાયન્સ સેન્ટર (કિડ્સ સિટી) બનાવવા માટે સરકાર પાસેથી 100 કરોડની ગ્રાન્ટ મળશે એવી વાતો કરાઇ હતી. હવે, કરોડો ખર્ચાઈ ગયા પછી પ્રોજેકટને પૂરો કરવાની જગ્યાએ મોકૂફ રખાયો છે. નાણાં ક્યાંથી આવશે જેવા મુદ્દે અધિકારીઓએ રસ દાખવી પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવાને બદલે ફાઇલ દબાવી રાખી છે.
સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓના કારણે અત્યારે કામ અટકેલું જોવા મળી રહ્યું છે. સુરતમાં વિકાસની વાતો વચ્ચે સૌથી મોટો બની રહેલો પ્રોજેક્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. લોકો પણ જણાવી રહ્યા છે તાત્કાલિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે અને બાળકોને ફાયદો થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.








