મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMC ભરતી કૌભાંડ: મેયરે કમિશનરને લખ્યો પત્ર, વિપક્ષનો કચેરી સામે દેખાવ; કડક કાર્યવાહીની માંગ

અમદાવાદ શહેરમાં AMC ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ મામલે મેયર દ્વારા કમિશનરને પત્ર લખવામાં

AMC ભરતી કૌભાંડ: મેયરે કમિશનરને લખ્યો પત્ર, વિપક્ષનો કચેરી સામે દેખાવ; કડક કાર્યવાહીની માંગ

અમદાવાદ શહેરમાં AMC ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ મામલે મેયર દ્વારા કમિશનરને પત્ર લખવામાં આવ્યો. જેમાં કૌભાંડમાં સંડોવાયેલ સસ્પેન્ડ કરાયેલ પુલકીત સથવારા ઉપરાંત અન્ય જવાબદાર લોકો સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવા માટે માંગ કરી. આરોપી ઉપરાંત તેમની ઉપરના અધિકારીઓ કર્મચારીઓની પણ બેદરકારીની તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

તેમજ ઘટનાને અનુરુપ એએમસી દાણાપીઠ કચેરી ખાતે વિપક્ષે દેખાવ કર્યા હતા. જેમાં વિપક્ષે નકલી ચલણી નોટો ઉછાળીને વિરોધ કર્યો હતો. એએમસીમાં થોડા સમય પહેલા જ ભરતી કૌભાંડ થયું હતું. જેમાં કોર્પોરેશનની ભરતીને લઇ યોગ્ય તપાસ કમિટી રચાય તેવી વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : AMCની પરીક્ષામાં કૌભાંડ; પરિણામ સાથે છેડછાડ કરનાર ક્લાર્ક સસ્પેન્ડ, નોકરી લાગેલા ઘરભેગા

જણાવી દઈએ કે, તાજેતરમાં જ  AMC ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નિમણૂક કરાયેલા ઉમેદવારોના માર્ક્સ અને એજન્સી દ્વારા આપવામાં આવેલા રીઝલ્ટના માર્કમાં ફેરફાર આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં પસંદગી કરાયેલા ત્રણેય ઉમેદવારોના માર્ક ઓછા હોવાનું માલુમ પડ્યું હતું આ નિમણૂક કરાયેલા ત્રણ લોકો જય પટેલ, મોનલ લીમ્બાચીયા અને તમન પટેલની નિમણૂક પણ રદ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો