Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Senior clerk suspended for tampering with results in AMC

AMCની પરીક્ષામાં કૌભાંડ; પરિણામ સાથે છેડછાડ કરનાર ક્લાર્ક સસ્પેન્ડ, નોકરી લાગેલા ઘરભેગા

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2024
લાઇવ ટીવીGoogle News
AMCની પરીક્ષામાં કૌભાંડ; પરિણામ સાથે છેડછાડ કરનાર ક્લાર્ક સસ્પેન્ડ, નોકરી લાગેલા ઘરભેગા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીને સુપરવાઈઝરની પરીક્ષામાં ગેરરીતિ દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. AMCની સેન્ટ્રલ ઓફિસમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પુલકિત સથવારાને AMCની ટેકનિકલ સુપરવાઈઝરની પરીક્ષામાં રિઝલ્ટ સાથે ચેડાં કરવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

App Store

આ પણ વાંચો : આણંદ-તારાપુર ચોકડી પર 17 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ, 4ની અટકાયત

ભરતી માટે નિમણૂક કરાયેલા ઉમેદવારોના માર્ક્સ અને એજન્સી દ્વારા આપવામાં આવેલા રીઝલ્ટના માર્કમાં ફેરફાર આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં પસંદગી કરાયેલા ત્રણેય ઉમેદવારોના માર્ક ઓછા હોવાનું માલુમ પડ્યું હતું આ નિમણૂક કરાયેલા ત્રણ લોકો જય પટેલ, મોનલ લીમ્બાચીયા અને તમન પટેલની નિમણૂક પણ રદ કરવામાં આવી છે. તેમજ  છેલ્લા બે વર્ષમાં એએમસી દ્વારા લેવામાં આવેલી ભરતી પ્રક્રિયા અંગે પણ હવે તપાસ કરાશે. જે અંગે, અમદાવદના કરંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.