આણંદ-તારાપુર ચોકડી પર 17 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ, 4ની અટકાયત

આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. જેમાં 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા'ના લખાણવાળી રુપિયા 500ના દરની કુલ 3400 નોટો ઝડપાઈ છે. મળતી માહિતી પ્રમાણે, સોજિત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો રહેલો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમી આધારે પોલીસે 27 ડિસેમ્બરની રાત્રે મોટી ચોકડી પર તૈયારીઓ સાથે વોચ ગોઠવી રાખી હતી. આ દરમિયાન બાતમીમાં મળેલ માહિતી પ્રમાણેની કાર આવતી દેખાઈ જેમાં કુલ ચાર શખ્સ સવાર હતા. તેમની અટક કરી પુછપરછ કરતાં પરમાર સુરેશ ફતેસિંહ પટાટ રાજા કાના, ગોસ્વામી વિજય મોહનપુરી અને વાળા પ્રકાશ વિક્રમ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : ATS-SOGની મોટી સિદ્ધિ: વિદેશી કોલને લોકલમાં કન્વર્ટ કરી સરકારી તિજોરીને ચૂનો લગાવતું કોલ સેન્ટર ઝડપાયું
ત્યારબાદ ગાડીની ડેકીમાં તપાસ કરતા ખાખી રંગનું એક બોક્સ મળી આવ્યું હતું. જેમાં રુપિયા 500ના દરની નોટના 34 બંડલ મળી આવ્યા હતા જેની ગણતરી કરતાં કુલ 17 લાખની નોટ મળી આવી હતી. પહેલી નજરમાં તો ચલણી નોટ હોય તેવું જ દેખાતુ હતુ પરંતુ ધ્યાનપૂર્વક જોતા ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા’ લખેલું જોવા મળ્યું હતું. પોલીસને શંકા જતા ઊંડી પુછપરછ કરતા રાજા કાનાએ કબુલ્યું હતું કે, નોટોના બંડલ ગોસ્વામી વિજયના મિત્ર જીગ્નેશ પાસેથી લાવ્યા છે, તથા તે મિત્ર હરેશ રામજી રાખોલીયાને આપવાના છે. આરોપીઓએ 50 લાખ રૂપિયાનું રોકાણ કરી 1 કરોડની નકલી નોટો ખરીદી લોકોને પધરાવવાનો પ્લાન ઘડ્યો હતો.
આ પણ વાંચો : BZ કૌભાંડ: પાપોનું પ્રાયશ્ચિત કરવા બગલામુખીના દર્શને ગયો હતો ભુપેન્દ્રસિંહ ઝાલા
ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાવાળી નકલી નોટો માર્કેટમાં પહોંચાડવાની હતી તે પહેલા જ તારાપુર પોલીસે આરોપીઓને ઝડપી પડ્યા છે. પોલીસ ફરિયાદમા 7ના નામ સામે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી 2 આરોપીઓ તારાપુરના જ્યારે બીજા ગોધરા, તાલાળા ના રહેવાસી હતા. વધુ તાપસ અર્થે તારાપુર પોલીસે મુદ્દામાલ સહિત આરોપીઓને આણંદ એસઓજી બ્રાન્ચને સોંપ્યા છે.

