Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : ATS-SOG squad caught fraud call center

ATS-SOGની મોટી સિદ્ધિ: વિદેશી કોલને લોકલમાં કન્વર્ટ કરી સરકારી તિજોરીને ચૂનો લગાવતું કોલ સેન્ટર ઝડપાયું

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ATS-SOGની મોટી સિદ્ધિ: વિદેશી કોલને લોકલમાં કન્વર્ટ કરી સરકારી તિજોરીને ચૂનો લગાવતું કોલ સેન્ટર ઝડપાયું

સુરત શહેરમાં ATS સ્ક્વોડ અને શહેર SOG પોલીસના એક મોટા ઓપરેશનમાં ટેલીકોમ કૌભાંડનો પર્ડાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાઇવર્ટ કરી સરકારી તિજોરીને મોટો ચૂનો લગાવવાનો ઘટસ્ફોટ થયો છે.

App Store

ગુજરાત ATS અને સુરત શહેર પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે એક સર્ચ એપરેશન હાથ ધર્યું જેમાં સુરત શહેરના અડાજણ વિસ્તારના ઝોયાજ હબ અને વેસુના એક્સુલ્યુટ શોપર્સના 2 ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તેઓ જીઓના સિમ કાર્ડની 500 લાઈન લઇ કોલ ડાઇવર્ટ કરતા હતા. વેસુના એકસુલટ શોપર્સમાં 250 લાઈન એક્ટિવ કરાવી ખેલ કરતો હતો.

આ પણ વાંચો : સુરતમાં પતિએ દિકરીઓની સામે પત્નીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી

માર્કેટિંગ અને ગેમિંગ માટે ઉપીયોગ કરવામાં આવતો હતો

ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવામાં આવતી હોવાની માહિતી ગુજરાત એટીએસ તેમજ સુરત પોલીસને મળતા પોલીસ દ્વારા સુરતનાં અડાજણ તેમજ વેસુ વિસ્તારમાં આવેલ બે ઓફીસોમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર કેસમાં પોલીસે કેટલા આરોપીઓ ઝડપ્યા અને કયાંથી અને કેવી રીતે કૌંભાડ કરતા તેની કોઈ માહિતી હાલ નથી મળી પરંતુ પોલીસે કોમ્યુટર અને કોલ કન્વર્ટર જપ્ત કર્યુ છે. આરોપીઓ લાંબા સમયથી આ રીતે કૌંભાડ કરતા હતા તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે.