મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની શાળામાંથી 46 વિદ્યાર્થીઓને LC પકડાવી દેવાતા તંત્ર જાગ્યુ, મુખ્ય શિક્ષક બરતરફ 3ને અપાઈ નોટિસ

સુરતના પાલનપુર વિસ્તાર સ્કૂલની બેદરકારી સામે આવી છે. શિક્ષણ સમિતિની પાલનપુરની શાળામાં 50 બાળકોને એ

સુરતની શાળામાંથી 46 વિદ્યાર્થીઓને LC પકડાવી દેવાતા તંત્ર જાગ્યુ, મુખ્ય શિક્ષક બરતરફ 3ને અપાઈ નોટિસ

સુરતના પાલનપુર વિસ્તાર સ્કૂલની બેદરકારી સામે આવી છે. શિક્ષણ સમિતિની પાલનપુરની શાળામાં 50 બાળકોને એલ.સી. આપી દેવાયા છે. સરકારી શાળા નં. ૩૧૮ના આચાર્ય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. બાળકોની સંખ્યા વધે તો બીજી પાળી શરૂ કરવી પડે એટલે બાળકોનું અહિત કર્યાનો આક્ષેપ છે. સમિતિની શાળાના નીતિ-નિયમોનું ઉલાળિયું કરી બાળકોને એક યા બીજા કારણોસર હંમેશા માટે ઘરભેગા કરવામાં આવ્યા છે. ૩૧૮ નંબર ની શાળા ના આચાર્ય ને બરતરફ કરવા આદેશ કરાયો છે. CRCના ૩ સભ્યોને નોટિસ આપવામાં આવી છે.

વાલીઓમાં રોષ

પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલી સમિતિની શાળામાં જૂનથી લઈને અત્યાર સુધીમાં તબક્કાવાર બે-ચાર નહીં 46 જેટલા વિદ્યાથીઓને હાંકી કઢાયા છે. એક યા બીજા કારણોસર આચાર્ય દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. એક બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કૂલોના બાળકોની સંખ્યા વધી રહી હોવાની શાસકો દ્વારા વાહવાહી લૂંટાઈ રહી છે. તંત્ર છાતી ફુલાવી રહ્યું છે. આ હકીકત વચ્ચે શરમજનક કિસ્સો બહાર આવ્યો છે.

નંબર બ્લોકમાં મૂક્યા

વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કે, તેમના બાળકોને શાળામાંથી કાઢવામાં ન આવે અને એડમિશન આપવામાં આવે પરંતુ, શાળાના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરુકિયાએ જણાવ્યું હતું કે, જે પણ આક્ષેપો થયા છે તે હકીકત નથી. અમે જૂન પછી 46 બાળકોને LC આપ્યા છે કારણ કે, વાલીઓએ ડિમાન્ડ કરી હતી અથવા તો અનેક બાળકો એવા છે કે, જેઓ ગેરહાજર રહેતા હતા. અમે તેમના વાલીઓને સંપર્ક પણ કર્યા હતા પરંતુ, તેઓએ ટીચરના મોબાઈલ નંબર પણ બ્લોકમાં મૂકી દીધા હતા. વાલીઓએ અરજી આપી છે ત્યારે અમે LC આપ્યા છે. એક બાળકનું મૃત્યુ થયું છે, બે બાળકો ખાનગી શાળામાં એડમિશન મેળવ્યા છે. બાકીના બાળકોના સ્થળાંતરના કારણે લિવિંગ સર્ટિફિકેટ આપ્યા છે.

આ સમાચાર શેર કરો