Kutch news: લ્યો બોલો! પંચાયતી પ્રાથમિક શાળામાં 40 બાળકો તો નિયમિત આવે છે, પણ શિક્ષક ત્રણ વર્ષથી ગેરહાજર
અબડાસા તાલુકાના અંતરિયાળ ગામ સધીરાવાઢ ખાતે આવેલી પંચા

અબડાસા તાલુકાના અંતરિયાળ ગામ સધીરાવાઢ ખાતે આવેલી પંચાયતી પ્રાથમિક શાળાની હાલત એવી છે કે આજે પણ અહીં એકપણ સ્થાયી શિક્ષક નથી. ત્રણ વર્ષથી અહીં શિક્ષકની નિમણૂક થયેલી નથી, જે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠાવે છે. શાળામાં ધોરણ 1થી 5માં ભણતાં 40 જેટલા વિદ્યાર્થી નિયમિત રીતે આવે છે, પણ શિક્ષણ આપનારું કોઇ વ્યક્તિ નથી, શિક્ષક ન હોવા છતાં શાળા ખાલી પડેલી નથી. આસપાસની શાળાઓમાંથી થોડા સમય માટે શિક્ષક આવે છે અને એક પ્રકારની નિશ્રિત વ્યવસ્થાથી બાળકોને ભણાવવાનો પ્રયાસ થાય છે.
ભુજની શાળામાં 154 વિદ્યાર્થીઓના દાખલા વાલીઓએ પાછા ખેંચી લીધા
અબડાસા તાલુકાના અંતરિયાળ ગામ સધીરાવાઢ ખાતે આવેલી પંચાયતી પ્રાથમિક શાળામાં શિક્ષણની ખરડાયેલી સ્થિતિ સામે હવે સ્થાનિક લોકો રોષે ભરાયા છે.આંદોલનકારી લખન ધૂવા શિક્ષક ભરતી મુદ્દે લડત ચલાવી રહ્યા છે, જેમાં હાલ સ્થાનિક લોકો પણ આગળ આવી રહ્યા છે, હાલ કચ્છમાં શિક્ષક ભરતી મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, શાળાની બહાર હવન યોજાઈ રહ્યો છે, જેમાં ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી થાય. કેટલાક સ્થળે બાળકો આંખે કાળી પટ્ટી બાંધીને નારા લગાવી રહ્યાં છે – "અમને ભણવું છે, અમને શિક્ષક આપો!". ઉપરાંત,ભુજના ભારતનગર પાસે આવેલ શાળામાં 154 વિદ્યાર્થીઓના દાખલા વાલીઓએ પાછા ખેંચી લીધા છે.
શિક્ષકોની નિમણૂક નહીં થાય, તો મુખ્ય હાઇવે પર ચક્કાજામની ચીમકી
આ પ્રકારની સ્થિતિ હવે માત્ર સધીરાવાઢ સુધી મર્યાદિત રહી નથી. સમગ્ર કચ્છ જિલ્લામાં શિક્ષક ભરતી મુદ્દે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. લોકો, સંસ્થાઓ અને શિક્ષણપ્રેમીઓમાં ગુસ્સો વધી રહ્યો છે. અબડાસા તાલુકામાં કુલ 600 વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓ છે, અને હજુ સુધી તેની નિયમિત ભરતી શરૂ થતી દેખાતી નથી. સ્થાનિક લોકો અને આંદોલનકારીઓઓએ સ્પષ્ટ ચિમકી આપી છે કે જો આવનારા દિવસોમાં શિક્ષકોની નિમણૂક નહીં થાય, તો મુખ્ય હાઇવે પર ચક્કાજામ કરવામાં આવશે. આ હવે માત્ર રજૂઆત નહીં, પણ આંદોલનનું સ્વરૂપ લઇ ચૂક્યું છે.






