મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : 5 દિવસમાં 4 મર્ડર, અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી

Ahmedabad News : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. રથયાત્રા પૂર્વે શહેરમાં ગુનેગાર

AHMEDABAD : 5 દિવસમાં 4 મર્ડર, અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી

Ahmedabad News : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. રથયાત્રા પૂર્વે શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. ગત 18  જૂનથી 22  જૂન સુધીમાં એટલે કે 5 દિવસમાં  શહેરમાં 4  વ્યક્તિઓની હત્યાના બનાવ બન્યા છે. 

18 જૂન - વેજલપુરમાં યુવકની હત્યા

ગત 18 જૂને ફતેહવાડી કેનાલ પાસે રહેતા 34 વર્ષીય યુવક સદ્દામ હુસૈન મોમીનની મહિલા સહિત 5 લોકોએ મળીને હતી કરી હતી. સદ્દામ હુસૈન મોમીન નાઝ પાર્લર પાસે હતો ત્યારે  મુસ્તકિંમ પઠાણ, અલ્લારખ્ખ ઉર્ફે ડેરીગ, અરબાઝ, સોહિલ અને અફસાના નામની મહિલા પણ ટોળામાં સામેલ થઈને ત્યાં પહોંચી હતી. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સદ્દામ હુસૈન મોમીન (ઉં.વ.34) ફતેહવાડી કેનાલ પાસે રહતો હતો. તે રાતે આ વિસ્તારમાં નાઝ પાર્લર પાસે હાજર હતો તે સમયે મુસ્તકિંમ પઠાણ, અલ્લારખ્ખ અગાઉ સદ્દામ અને અન્ય લોકો સાથે ઝઘડાની અદાવતમાં આ લોકો ભેગા થઈને હથિયારો સાથે સદ્દામ પર હુમલો કર્યો હતો, જેમાં સદ્દામને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો,  જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો હતો. 

19 જૂન - ગોમતીપુર - હાથીખાઇમાં 2 યુવકોની હત્યા 

અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારના હાથીખાઈ ગાર્ડન પાસેના છે. આ સ્થળે બુધવારે મોડી રાત્રે બે યુવકોની હત્યાની ઘટના બની છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતા આમીર ઉર્ફે ભાંજા અંસારી અને તબરેજખાન પઠાણ નામનાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.   ઈદના દિવસે મૃતક આમીર ઉર્ફે ભાંજા અંસારી વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ પાસે સમીર અહેમદ મણીયારના ગલ્લા પર ગયો હતો અને બળજબરીથી પૈસા માંગ્યા હતા, જે પૈસા ન આપતા તેણે 1700 રૂપિયા પડાવી લીધા હતા. જે બાબતે ઝધડો થતા 19મી જુનના રાતના સાડા અગિયાર વાગે  ઝઘડાનું સમાધાન કરવા માટે બોલાવીને સમીર અહેમદ મણિયાર, કામીલ મણિયાર અને સાહિલ મણિયાર ત્રણેય ભાઈઓએ મળીને આમીર ઉર્ફે ભાંજા અંસારી અને તબરેજખાન પઠાણ નામનાં યુવકની હત્યા કરી નાખી હતી. 

22 જૂન - નિકોલમાં યુવકની હત્યા

નિકોલ વિસ્તારમાં ઉમા સ્કૂલ પાસે અંગત અદાવતમાં 21 વર્ષીય બાદલ પટણીની હત્યા કરવામાં આવી હતી. બાદલ પટણી ત્રણ વર્ષથી તેના કૌટુંબિક માસી સુરેખા પટણીના ઘરે રહેતો હતો અને ફ્રૂટ વેચવાનું કામ કરતો હતો. મહિલાની બાબતમાં બાદલ પટણીને પોલીસકર્મી લલિત પટણી સાથે ઝઘડો થતાં લલિત પટણી અને તેના મિત્રોએ બાદલ પર જીવલેણ હુમલો કરતાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસકર્મી લલિત પટણી અને તેના મિત્ર સામે ગુનો નોંધાયો છે. 

આ સમાચાર શેર કરો