મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં યુવતી પાસે 4 શખ્સોએ કરી બિભત્સ માંગ, તાબે ના થતા જાહેરમાં માર માર્યો

રાજ્યના રાજકોટમાં શું હવે યુવતીઓ સુરક્ષિત નથી? યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાનો સવાલ સામે આવ્યો છે. શહેરના ગોકુલ

રાજકોટમાં યુવતી પાસે 4 શખ્સોએ કરી બિભત્સ માંગ, તાબે ના થતા જાહેરમાં માર માર્યો

રાજ્યના રાજકોટમાં શું હવે યુવતીઓ સુરક્ષિત નથી? યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાનો સવાલ સામે આવ્યો છે. શહેરના ગોકુલધામ વિસ્તારમાં સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 24 વર્ષની યુવતી પાસે 4 શખ્સોએ જાહેરમાં બિભત્સ માંગ કરીને છેડતી કરી હતી. જો કે યુવતી આ શખ્સોને તાબે થઈ નહોતી, તો આવેશમાં આવીને યુવતીને ઢોર માર માર્યો હતો.

લુખ્ખા તત્વોએ યુવતીનું ટી-શર્ટ પણ ફાડી નાખ્યું

આ લુખ્ખા તત્વોએ યુવતીનું ટી-શર્ટ પણ ફાડી નાખ્યું હતું. આ જોઈને યુવતીનો મિત્ર વચ્ચે પડ્યો હતો. ચારેય શખ્સો આ યુવાન પર ધોકા, લાકડી અને પાઈપ વડે તૂટી પડ્યા હતા. યુવાનના હાથ-પગ ભાંગી નાખીને અર્ધબેભાન હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા. જોકે હાલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.

અસામાજીક તત્વોના નામ

પરિયો ગઢવી

મેટીયો ઝાલા,

યાસીન ઉર્ફે ભૂરો,

એક અજાણ્યા શખ્સ

પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. યુવાન અને યુવતીને માર મારમાર લુખ્ખા તત્વોની ઓળખ પરિયો ગઢવી, મેટીયો ઝાલા, યાસીન ઉર્ફે ભૂરો તથા એક અજાણ્યા શખ્સ તરીકે થઈ છે.

આ પણ વાંચો: રાજકોટમાં 100 રૂપિયા જેવી નજીવી બાબતે શખ્સોએ ચાની હોટલ પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મારામારી, જાહેરમાં હથિયારો સાથે આતંક, હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. તો બીજી તરફ આ લુખ્ખા તત્વો પોલીસની પકડમાં ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું. 

આ સમાચાર શેર કરો