મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહુવામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, પૂર્ણા નદી ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોમાંથી લોકોનું કરાયું સ્થળાંતર

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજા કહેર વર્તાવી રહ્યા છ

મહુવામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, પૂર્ણા નદી ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોમાંથી લોકોનું કરાયું સ્થળાંતર

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજા કહેર વર્તાવી રહ્યા છે. નદીઓ બે કાંઠે ગાંડીતૂર થઈને વહી રહી છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. લોકોના જાનમાલને બચાવવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના ધસમસતા પાણીમાંથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.

સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર

મહુવા તાલુકામાં બે જ કલાકમાં સાડા ૪ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. સાથે જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં મહુવા મામલતદાર દ્વારા આજરોજ તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું હતું. 

રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

મહુવા તાલુકાના મહુવા, રાણત, બુધલેશ્વર અને મિયાપુર ગામમાંથી કુલ ૧૭૧ લોકોની પ્રાથમિક શાળા અને શોપિંગ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો