મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ, રાજ્યના 84 તાલુકામાં મેઘ મહેર

રાજ્યના 27 જિલ્લાના 84 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતના કોડીન

કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ, રાજ્યના 84 તાલુકામાં મેઘ મહેર

રાજ્યના 27 જિલ્લાના 84 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતના કોડીનાર અને ગોંડલમાં 3 ઇંચ વરસાદ, જ્યારે 17 તાલુકાઓમા એક ઇંચથી લઇને 3 ઇંચ સુધી વરસાદ નોધાયો છે. તો કચ્છમાં મેહુલ્યો જામ્યો છે.

કચ્છમાં સતત ચોથા દિવસે મેઘમહેર 

કચ્છમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત છે. સકર્યુલેશનની અસર તળે વરસાદી માહોલ છવાયેલો છે. ગત રાત્રિના ગાંધીધામમાં ધોધમાર ચાર ઈંચ, માંડવીમાં બે ઇંચ, અંજારમાં દોઢ ઈંચ, ભચાઉમાં બે ઈંચ તથા ભુજ, રાપર, મુંદ્રામાં ઝાપટાં વરસ્યા હતા. નખત્રાણામાં હળવું ઝાપટું પડયું હતું. બુધવારની સાંજે અબડાસા અને નખત્રાણા તાલુકામાં ઝાપટાં વરસ્યા હતા.

કચ્છના આઠ તાલુકામાં અડધાથી ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકયો

કચ્છના આઠ તાલુકામાં અડધાથી ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે ગાંધીધામમાં ૯૭ મિ.મિ., માંડવી પ૩ મિ.મિ., અંજાર ૩૭ મિ.મિ., ભચાઉ ર૧ મિ.મિ., ભુજ ૯ મિ.મિ., મુંદરા  ૮ મિ.મિ., રાપર ૮ મિ.મિ. અને નખત્રાણામાં ૧ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

અંજારમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. માંડવીમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાત્રિના પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ભચાઉમાં રાત્રિથી પરોઢ સુધી હળવા ઝાપટાં વરસ્યા હતા. એક ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મહોલ છવાયો હતો. મુંદરામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જિલ્લા મથક ભુજમાં રાત્રિના ભારે વીજ અને તોફાની પવન ફુંકાયો હતો. અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હતો. મહત્તમ તાપમાન ૩૯.ર ડિગ્રી સે. નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૯૧ ટકા અને સાંજે પર ટકા નોંધાયું હતું. દિવસભર આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. 

આ સમાચાર શેર કરો