મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં BRTS બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરનાર 3 ઝડપાયા, ઘરેથી પણ મળ્યા ફોન

સુરતમાં દિવસે ને દિવસે મોબાઈલ ચોરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે બીઆર

સુરતમાં BRTS બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરનાર 3 ઝડપાયા, ઘરેથી પણ મળ્યા ફોન

સુરતમાં દિવસે ને દિવસે મોબાઈલ ચોરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે બીઆરટીએસ બસ સ્ટેશનને નિશાને લઈને ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. જહાંગીરપુરા વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરનાર 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓના ઘરેથી પણ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતાં.

3 આરોપીની ધરપકડ

મોબાઈલ ચોરને પકડવામાં જહાંગીરપુરા પોલીસને સફળતા મળી છે.  બીઆરટીએસ બસ સ્ટેશનમાં તકનો લાભ ઉઠાવી ચોરી કરવામાં આવતી હતી. બાતમીના આધારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસ કરતાં આરોપીના ઘરેથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.

વધુ ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા

બે આરોપી અમરોલી આવાસમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ આ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે. પોલીસે રીઢા આરોપીને ઝડપી લઈને વધુ ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા છે. ત્યારે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતાં તસ્કરો સામે ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો