મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ચાઇનીઝ દોરી બની જીવલેણ, પતંગના દોરાથી ગળુ કપાતા 3 લોકોના મોત

રાજ્યમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉતરાયણના બીજા દિવસે પણ લોકો પતંગ ચગાવીને

ગુજરાતમાં ચાઇનીઝ દોરી બની જીવલેણ, પતંગના દોરાથી ગળુ કપાતા 3 લોકોના મોત

રાજ્યમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉતરાયણના બીજા દિવસે પણ લોકો પતંગ ચગાવીને મજા માણી રહ્યાં છે.ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતા અનેક જગ્યાએ ચાઇનીઝ દોરીને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.વડોદરા, આણંદ અને રાજકોટમાં પતંગની દોરીથી ગળું કપાતા 3 લોકોના મોત થયા છે.

પતંગની દોરીથી ગળુ કપાતા ત્રણ લોકોના મોત

વડોદરાના પાદરામાં એક યુવકનું દોરીથી ગળુ કપાતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુવકને સારવાર મળે તે પહેલા જ જીવ ગુમાવ્યો હતો. કેડીલા કંપની પાસે યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ઉત્તરાયણ પર મારામારીની ઘટનાઓમાં વધારો, અલગ અલગ જગ્યાએ હુમલામાં 15થી વધુ લોકો ઘાયલ

બોરસદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું

આણંદ જિલ્લામાં પણ બોરસદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળુ કપાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવક બોદાલ ખાતે મામાના ઘરે ઉત્તરાયણ કરવા માટે જતો હતો આ દરમિયાન પામોલ-બોદાલ રોડ પર યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું હતું.

રાજકોટના બેડલામાં પણ 28 વર્ષીય યુવકનું પતંગના દોરાથી ગળુ કપાતા મોત થયું હતું.

આ સમાચાર શેર કરો