મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા / પ્રાંતિજના મહાદેવપુરા ગામના તળાવમાં ડૂબી જતા 3 બાળકીઓના મોત

ગુજરાતમાં નદી-તળાવ જેવા જળાશયોમાં લોકોના ડૂબીને મૃત્યુ પામવાની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે વડોદરામાં ચાર, બોટાદમા

સાબરકાંઠા / પ્રાંતિજના મહાદેવપુરા ગામના તળાવમાં ડૂબી જતા 3 બાળકીઓના મોત

ગુજરાતમાં નદી-તળાવ જેવા જળાશયોમાં લોકોના ડૂબીને મૃત્યુ પામવાની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે વડોદરામાં ચાર, બોટાદમાં બે અને બનાસકાંઠામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું. તો આજે  સાબરકાંઠાના પ્રાંતિજમાં તળાવમાં ડૂબી જતા એક સાથે 3 બાળકીઓના મોત થયા છે. 

મૃતક બાળકીઓ પ્રાંતિજના ઘડી ગામની

આ અંગે મળતી માહિતી મુજબ પ્રાંતિજના મહાદેવપુરા ગામના તળાવમાં  ઘડી ગામની ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિકોને જાણ થતા પોલીસને બોલાવવામાં આવી હતી. સ્થાનિકો અને ફાયરના જવાનોએ આ ત્રણેય બાળકીઓના મૃતદેહને બહાર કાઢ્યાં હતા અને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. ઘડી ગામની આ ત્રણ બાળકીઓ મહાદેવપુરાના તળાવ પાસે બકરા ચરાવવા આવી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. 

આ પણ વાંચો : BOTAD / સમઢીયાળા-2 ગામના તળાવમાં બરવાળાના બે યુવાનોના ડૂબી જતાં મોત

આ પણ વાંચો : બનાસકાંઠા / પાલનપુરના શિવધારા વોટરપાર્કમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

આ પણ વાંચો : વડોદરા: સિંધરોટ ખાતે મહી નદીમાં ડૂબી જતા ચાર યુવાનના મોત

આ સમાચાર શેર કરો