પાકિસ્તાન મરીન સિક્યુરીટીમાંથી મુક્ત થયેલ 22 માછીમારો માદરે વતન પહોંચ્યા, પરિવારોમાં દિવાળી જેવો માહોલ
ગુજરાતના વેરાવળની ફિશરીઝ કચેરીએ 22 ભારતીય માછીમારો આજે વહેલી સવારે પહોંચ્યા હતા. પ્રાથમિક માહ

ગુજરાતના વેરાવળની ફિશરીઝ કચેરીએ 22 ભારતીય માછીમારો આજે વહેલી સવારે પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર પાકિસ્તાન મરીન સિક્યુરીટીમાંથી મુક્ત થયેલ માછીમારો માદરે વતન પહોંચ્યા હતા.
માછીમારે આજે વહેલી સવારે 5 કલાકે પહોંચ્યા
આ તમામ માછીમારે આજે વહેલી સવારે 5 કલાકે પહોંચ્યા હતા. તો બીજી તરફ હજુ પણ 195 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. માછીમારો પરત ફરત તેમના પરિવારજનોમાં આનંદનો માહોલ છવાયો હતો.
22 માછીમારોમાં 21 ગુજરાતના છે જ્યારે એક ઉત્તર પ્રદેશનો
આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં આવ્યા હતા. અહી તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું અને ટ્રેન મારફતે વતનમાં રવાના કરાયા હતા. આ 22 માછીમારોમાં 21 ગુજરાતના છે જ્યારે એક ઉત્તર પ્રદેશનો છે.
ગુજરાતના 21 માછીમારો સોમવારે ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા
ગુજરાતના 21 માછીમારો સોમવારે ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. જેમાં 15 ગીરસોમનાથના હતા, 3 દ્વારકાના અને 3 દિવના હતા તેઓને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ તરફ રવાના કરાવામાં આવ્યા છે.
પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા 22 માછીમારો
ભુપત બાબુ,
માલા રામ,
કરશન વરજાંગ,
ખલીફ અબ્દુલ રહેમાન,
મોહન બાઓજી,
આસિફ જુનસ,
અકબર જુમ્મા,
લક્ષ્મણ અર્જુન,
મૌજી નાથુ,
દીપક બાબુ,
રામજી રાજા,
હરી હીરા,
ટપુ ધૌઉસા,
સુરેશ ઉકેરડા,
અશોક કાનજી,
વિજય થાના,
મનોજકુમાર ગોવિંદ,
વીનુ ધનજી,
મહેશ રામા,
સુભાષ હરિ,
સંજય જુટો,
સૈલેન્દ્ર રામલાલ.
પાકિસ્તાન સરકાર દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે 20મી ફેબ્રુઆરીના 22 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. કરાંચીના માલીર ખાતેથી છોડવામાં આવેલા આ 22 ખલાસીઓને તા. 22 ફેબ્રુઆરીના વાઘા બોર્ડર ખાતે ભારત સરકારને સોંપવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તેઓ ત્યાંથી તેમના વતન પહોંચ્યા છે. માછીમારોની મુક્તિની જાહેરાત કરવામાં આવતા તેમના પરિવારજનોને પણ રાહત થઇ છે.અને હોળીના તહેવાર પહેલા દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
.








