સુરતમાં શિવ મહાપુરાણ કથા, કથામાં પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થા સંભાળશે 20 હજાર સ્વયંસેવકો
સુરતનાા ડિંડોલીના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રા

સુરતનાા ડિંડોલીના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રા જી (સિહોર વાલે)ના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજારોની સંખ્યામાં ભાવિક ભકતો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે. જેને પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળ્યું રહ્યું છે. આ આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભકતો કથા શ્રવણ માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સમ્રાટ પાટીલ અને સુનીલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ડિંડોલી - પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સીટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. જ્યાં 200 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલ હશે.સાથે જ ભકતો માટે 160 વીઘામાં વિશાળ પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતની AMNS કંપનીમાં દુર્ઘટનાથી 4 મોતથી તંત્રની લાલ આંખ, પ્લાન્ટને અપાઈ ક્લોઝર નોટિસ
મોટી સંખ્યામાં ઉમટશે ભાવિકો
ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટિલે કહ્યું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના છે. ડિંડોલી - પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સીટી ખાતે તારીખ 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
રસોડું સતત કાર્યરત
શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એવું 200 વીઘા જગ્યામાં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હજારો ભક્તો સ્થળ પર જ રોકાણ કરતા હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું સાતો દિવસ 24 કલાક ચાલુ રહશે એટલે કે ભકતો ગમે ત્યારે મહાપ્રસાદીનું આચમન કરી શકશે. આ માટે અત્યારથી જ કથા સ્થળ ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે. 16 થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20 હજારથી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધાવા આવી રહ્યા છે.
5મી રુદ્રાભિષેક અને 12મીએ કળશ યાત્રા
સાંઈ લીલા ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાના આયોજન પહેલા 5મી જાન્યુઆરીના રોજ કથા સ્થળ પર રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 12મી જાન્યુઆરીના રોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે દસ વાગે મિલેનિયમ પાર્ક સ્થિત પંચદેવાલય મંદિર ખાતેથી કળશ યાત્રાની શરૂઆત થશે અને ખરવાસા વેદાંત સીટી સ્થિત કથા સ્થળ પર પૂર્ણાહુતિ થશે.








