મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘ મહેર, 2 ઈંચ વરસાદથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક

નવસારીમાં દોઢ ઇંચ અને વિજલપોર સહિતના જલાલપોર તાલુકામાં 2 ઈંચ વર

નવસારીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘ મહેર, 2 ઈંચ વરસાદથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક

નવસારીમાં દોઢ ઇંચ અને વિજલપોર સહિતના જલાલપોર તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. આગાહી છતાં છેલ્લા ત્રણેક દિવસથી નવસારી જિલ્લામાં લગભગ નહિવત વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની વરસાદની આગાહી હતી. જોકે નવસારી પંથકમાં ગુરૂવારે સવારે 10 વાગ્યા બાદ વાતાવરણ બદલાયું હતું.

વાતાવરણમાં પલટો

વાદળછાયુ વાતાવરણ બની વરસાદ શરૂ થયો હતો, જે 1થી 2 વાગ્યા સુધી મધ્યમ ગતિએ વરસ્યો હતો. આ 4 કલાક દરમિયાન નવસારી શહેર તાલુકામાં દોઢ ઇંચ અને વિજલપોર સહિતના જલાલપોર તાલુકામાં 2 ઈંચ પડ્યો હતો. જોકે જિલ્લાના અન્ય તાલુકામાં સાંજ સુધીમાં નોંધાયો ન હતો. અહીં ઉલ્લેખનીય છે કે વરસાદને લઇ નવસારીમાં આખો દિવસ ભેજમય વાતાવરણ રહ્યું હતું. ભેજ 88 ટકા નોંધાયો હતો. બપોરે મહત્મત તાપમાન ઘટી 28.5 ડિગ્રી જ રહ્યું હતું.

વરસાદની આગાહી

ભારતીય મોસમ વિભાગે ગુરૂવારે જાહેર કરેલ બુલેટીનમાં જણાવ્યું કે શુક્રથી સોમ આગામી 4 દિવસ નવસારી જિલ્લામાં ઘણાં સ્થળોએ હ‌ળવોથી મધ્યમ વરસાદ પડી શકે, આ દરમિયાન છૂટાછવાયા સ્થળે ભારે પણ થઇ શકે એમ આગાહી કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લી 3 આગાહી બાદ ગુરુવારે ચોથી આગાહી સાચી પડી હતી.

આ સમાચાર શેર કરો