મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KUTCH / મીઠાની જમીન મુદ્દે યુવકની હત્યાના બનાવમાં 16 આરોપીઓની ધરપકડ

KUTCH NEWS : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાનમેર રણ વિસ્તારમાં 13 મેના રોજ મીઠાની જમીન મુદ્દે

KUTCH / મીઠાની જમીન મુદ્દે યુવકની હત્યાના બનાવમાં 16 આરોપીઓની ધરપકડ

KUTCH NEWS : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાનમેર રણ વિસ્તારમાં 13 મેના રોજ મીઠાની જમીન મુદ્દે જૂથ અથડામણ થઈ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું મોત થયું હતું. પોલીસે આ ઘટનામાં યુવક પર હુમલો કરનાર 16 આરોપીઓની ધરપકડ કરી છે. 

જુના મીઠાના કારખાનાવાળી જગ્યા ખાલી કરવા ધાકધમકી આપી હુમલો કર્યો 

આ કેસમાં ફરીયાદી સહિતના લોકો જ્યારે અભ્યારણ વિસ્તારમાં હતા ત્યારે 13 તારીખે સાંજે હુમલો કરનારા આરોપીઓ કારમાં આવ્યા હતા અને જુના મીઠાના કારખાનાવાળી જગ્યા ખાલી કરવા અંગે ધાકધમકી આપી હતી સાથે જાતિ અંગે અપમાન કરતા  શબ્દો કહીને હુમલો કર્યો હતો. 

આ મામલે 17 આરોપીઓ સામે સામે સામખીયાળી પોલીસ મથકે ભારેખમ કલમો તળે ફરીયાદ નોંધાઇ હતી. આ ઘટનામાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિ પૈકી દિનેશ કોલીનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ / મદ્રેસામાં તપાસ કરવા ગયેલા આચાર્ય પર હુમલો, નોંધાઈ ફરિયાદ

પોલીસે 12 ટીમો બનાવી 16 આરોપીઓની કરી ધરપકડ 

પોલીસે રેન્જ આઇ.જી સહિતના અધિકારીઓની સુચનાથી બનાવેલી 12 જેટલી ટીમોએ આ કેસમા સામેલ 16 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીને ઝડપ્યા બાદ રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં કોર્ટે તમામના 7 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. હવે હથિયારો સહિત ગુન્હા કામે આરોપીઓની વિશેષ પુછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટ / ટાંકીમાં પડી જતા 9 મહિનાના બાળકનું મોત

16 પૈકી 10 આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

ઝડપાયેલા 16 આરોપી પૈકી 10 ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં અગાઉ રાપર, અંજાર, આડેસર, સામખીયાળી સહિતના પોલીસ મથકે ગુના નોંધાઇ ચુક્યા છે, જેમા મારામારી સહિતની કલમોનો સમાવેશ થાય છે. અન્ય સામેલ લોકો તથા કોના કહેવાથી આ જમીન ખાલી કરાવવા માટે તેઓએ આ જીવલેણ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો તે સહિતની બાબતોને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો