અમદાવાદમાં લૂંટારૂઓએ એક્ટિવા સરખું ચલાવ તેમ કહી કરી બબાલ, વેપારી પાસેથી 15 લાખ લૂંટી લીધા
અમદાવાદમાં ફરી એક વખત ધોળે દહાડે લૂંટની ઘટના બની છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળેલા વેપારી લૂંટ

અમદાવાદમાં ફરી એક વખત ધોળે દહાડે લૂંટની ઘટના બની છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળેલા વેપારી લૂંટાયા છે. એક્ટિવા સરખું ચલાવ તેમ કહીને વેપારી પાસેથી 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.
અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના
અમદાવાદમાં પાલડી વિસ્તારમાં રામબાગ ફાટક પાસે આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળેલા વેપારી લૂંટનો ભોગ બન્યા હતા. એક્ટિવા સરખું ચલાવ કહીને બે યુવકોએ પહેલા ઝઘડો કર્યો હતો અને વેપારી પાસે રહેલી બેગને લઇને તે ફરાર થઇ ગયા હતા.
બનાવની વિગત જોઇએ તો અરુણ શાહ નામના વેપારી લોખંડ લે-વેચનો વેપાર કરે છે. હિંમતનગરના એક વેપારીએ લોખંડના માલ માટે આંગડિયા પેઢીમાં પૈસા મોકલાવ્યા હતા.આ પૈસા આંગડિયા પેઢીમાંથી લઇને વેપારી પોતાની એક્ટિવામાં નીકળ્યા હતા. આ દરમિયાન પાલડી પાસે પુષ્પક બંગલોની સામે જૈનનગર રોડ પર એક બાઇક પર બે વ્યક્તિએ બાજુમાં આવીને કેમ આ રીતે એક્ટીવા ચલાવે છે તારૂ એક્ટીવા સાઇડમાં કર તેમ કહ્યું હતું.
વેપારી તેમનું એક્ટિવા સાઇડમાં કરીને બાઇક પર આવેલા શખ્સ પાસે ગયા હતા અને તેમને વેપારી સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન અન્ય બાઇક પર આવેલા બે ઇસમ એક્ટિવામાંથી નાણાની થેલી કાઢીને ભાગી ગયા હતા.
આ બનાવને પગલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.








