મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યના 11 ડેમ હાઈએલર્ટ પર, નર્મદા ડેમની જાણો શું છે સ્થિતિ

અસહ્ય ઉકળાટ અને બફારાભર્યા દિવસો બાદ આખરે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. છેલ્

ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યના 11 ડેમ હાઈએલર્ટ પર, નર્મદા ડેમની જાણો શું છે સ્થિતિ

અસહ્ય ઉકળાટ અને બફારાભર્યા દિવસો બાદ આખરે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. છેલ્લાં ત્રણથી ચાર દિવસથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલનો સંગ્રહ 172267 MCFT છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 51.56% જેટલો 

રાજ્યના કુલ 206 ડેમ પૈકી

9 ડેમ 100% ભરાયેલા છે.

- 25 ડેમ 70% થી 100% વચ્ચે ભરાયેલા છે.

- 22 ડેમ 50% થી 70% વચ્ચે ભરાયેલા છે.

- 55 ડેમ 25% થી 50% વચ્ચે ભરાયેલા છે.

- જ્યારે 95 ડેમ 25% થી નીચે ભરાયેલા છે.

આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે રાહત મળી છે અને રાજ્યમાં પાણીની સમસ્યા હળવી બનવાની આશા છે.. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 7 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ નોંધાયો છે. આ સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. હાલમાં 11 ડેમ હાઈએલર્ટ પર છે, જ્યારે 13 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો