મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોબાઈલમાં બીભત્સ વીડિયો યુવતીઓને બતાવી ધો.10નો વિદ્યાર્થી પૂછતો આવું કરવું છે, અને પછી..

મોબાઈલના હાઈટેક યુગમાં વિદ્યાર્થીઓ પણ બીભત્સ સાહિત્ય જોવાના રવાડે ચડ્યાં

મોબાઈલમાં બીભત્સ વીડિયો યુવતીઓને બતાવી ધો.10નો વિદ્યાર્થી પૂછતો આવું કરવું છે, અને પછી..

મોબાઈલના હાઈટેક યુગમાં વિદ્યાર્થીઓ પણ બીભત્સ સાહિત્ય જોવાના રવાડે ચડ્યાં હોવાનું સામે આવ્યું છે. ડભોલી-જહાંગીરપુરા બ્રિજ ઉપર બે યુવતી અને એક કિશોરી પાસે એક 15 વર્ષનો કિશોર પહોંચ્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતાં કિશોરે મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવ્યા બાદ કહ્યું કે, આવું કરવું છે? યુવતીઓને આવું પૂછીને ભાગી ગયો હતો. છેડતીના કેસનો ભોગ બનનાર 3 પૈકી એક તો પોલીસકર્મીની જ પુત્રી છે.

મોકો જોઈને કરી છેડતી

બ્રિજ પર રાત્રે 10 વાગ્યા આસપાસ બે યુવતીઓ અને એક કિશોરી બેઠી હતી. નજીકમાં ત્રણેક પરિવારો પણ બેઠા હતા. આ સમયે હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરનાર એક કિશોર આવ્યો હતો. થોડીવાર આંટા ફેરા કરીને મોકો શોધતો હતો. જેવા પેલા પરિવાર જતાં રહ્યાં કે તરત જ એકલતાનો લાભ લઈને કિશોર નજીક આવી ગયો હતો. બાદમાં કિશોરી અને યુવતીઓને બીભત્સ વીડિયો બતાવવા લાગ્યો હતો.

લોકોએ ઝડપી લીધો

કિશોર દ્વારા બીભત્સ ઈશારાઓ કરી છેડતી કરાઈ હતી. મોબાઈલમાં ચાલી રહેલો અશ્લીલ વીડિયો બતાવી યુવતીઓને આ કરવું છે? તેમ કહી ત્યાંથી ભાગી ગયો હતો. છોકરીઓએ ત્યાં કેટલાક લોકોને વાત કરતા કિશોરને પાળા પાસેથી પકડીને પોલીસને સોંપ્યો હતો. જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો હતો. કિશોર ધોરણ 10માં અભ્યાસ કરે છે.

આ સમાચાર શેર કરો