મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Chhota Udepur : પુનિયાવાંટની એકલવ્ય મૉડેલ રેસિડેન્સી સ્કૂલના 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર

Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લા પુનિયાવાંટ ખાતે આવેલી એકલવ્ય મૉ

Chhota Udepur : પુનિયાવાંટની એકલવ્ય મૉડેલ રેસિડેન્સી સ્કૂલના 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર

Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લા પુનિયાવાંટ ખાતે આવેલી એકલવ્ય મૉડેલ રેસિડેન્સી સ્કૂલમાં ગઈકાલે રાત્રે ભોજન આરોગ્ય બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગની અસર થઇ હતી. ગઈકાલથી હાલ સુધીમાં 100થી વધુ બાળકો સારવાર હેઠળ છે. 

રાત્રી ભોજન બાદ બાળકોની તબિયત બગડી

પુનીયાવાંટ ગામે એકલવ્ય મોડેલ સ્કૂલ અને ગર્લ્સ રેસીડેન્સી સ્કૂલ આવેલી છે, જેનું સંચાલન રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવે છે. અહીં બાળકોને રહેવા જમવાની સુવિધાઓ સરકાર તરફથી વિનામૂલ્યે આપવામાં આવે  છે. ગઈકાલે રાત્રે શાળામાં બાળકોએ  ભોજન બાદ ફૂડ પોઈઝનીંગની અસર થતાં ઉલટી અને પેટમાં દુઃખાવો શરૂ થતાં દોડધામ મચી ગઇ હતી. આ બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

100 જેટલા બાળકોને આ બાળકોની તબિયત બગાડતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ, તેજગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પાવીજેતપુરના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા એ બેડમાં બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. હાલ આ બાળકોની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. 

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા પણ છોટાઉદેપુર હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા. જરૂર પડે તો વધુ મેડિકલ ટીમની વ્યવસ્થા કરવાની બાહેધરી આપી હતી.

અધિકારીઓ કહી રહ્યા છે - “વાયરલ ઇન્ફેક્શન છે”

પુનીયાવાંટ ગામે આવેલા આ શાળા સંકુલમાં અલગ અલગ ચાર શાળા ચાલે છે. દરેક શાળાનું જમવાનું જેતે સંકુલમાં આપવામાં આવે છે. અધિકારીઓ કહી રહ્યા છે કે આ વાયરલ ઇન્ફેક્શન છે. જો આવું હોય તો તમામ ચાર સ્કૂલોના બાળકોને અસર થવી જોઈએ. બાળકોને ફૂડ પોઈઝનીંગ થયું છે કે કાંઈ બીજું કારણ છે એ રિપોર્ટ આવ્યાં બાદ જ જાણ થશે. હાલ વડોદરા SSG સિવિલ હોસ્પિટલની ટીમ પણ કામે લાગી છે. 

આ સમાચાર શેર કરો