મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સફેદ એપ્રેન પહેરીને કાળો કારોબાર... નકલીની ભરમાર: ગુજરાતમાં એક જ વર્ષમાં 10 ઝોલાછાપ તબીબો ઝડપાયા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. ઘી સહિતનો નકલી ખાદ્યપદાર્થ પકડાવવાની ઘટના છાશવારે સામે

સફેદ એપ્રેન પહેરીને કાળો કારોબાર... નકલીની ભરમાર: ગુજરાતમાં એક જ વર્ષમાં 10 ઝોલાછાપ તબીબો ઝડપાયા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. ઘી સહિતનો  નકલી ખાદ્યપદાર્થ પકડાવવાની ઘટના છાશવારે સામે આવે છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો મળી આવવાની ઘટનાનો પણ રાફડો ફાટ્યો છે.

નકલી તબીબો ઝડપાયા

ઓક્ટોબર 2023:

સુરતમાં એક સાથે પાંચ બોગસ ડોક્ટર ઝડપાયા હતા. ઔદ્યોગિક વિસ્તારમાં રોજ 20થી 25 દર્દીઓને આ બોગસ તબીબો તપાસતા હતા.

જાન્યુઆરી-2024

17 વર્ષની ઉંમરે બોગસ માર્કશીટના આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો. 43 વર્ષ પછી તેની કરતૂત સામે આવતા કોર્ટે 3 વર્ષની કેજ-રૂપિયા 10 હજારનો ફટકાર્યો દંડ

માર્ચ-2024

કેશોદની હોસ્પિટલમાં નકલી ગાયનેક ઝડપાયો હતો. એક મહિલાના પેટની કોથળી કાઢવાનું ઓપરેશન કરવા જતાં યુરિનની કોથળીમાં ટાંક લઈ લેતાં કૌભાંડ બહાર આવ્યું.

જુલાઈ- 2024

અમદાવાદ જિલ્લાના બાવળામાં નકલી ડોક્ટર મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પ્ટિલ ચલાતવો ઝડપાયો હતો. હોસ્પિટલમાં દરોડા પાડ્યા ત્યારે પાંચ દર્દીઓ દાખલ હતા.

જુલાઈ-2024

રાજકોટ નજીકના ગામમાં દરોડા પાડી ધોરણ - પાસ નકલી તબીબને ઝડપી લઈને તેની પાસેથી દવા અને સાધનો મળીને કુલ 10 હજારની મત્તા કબ્જે કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે તે ગામલોકોની સારવાર આપતો હતો,

સપ્ટેમ્બર-2024

જુનાગઢમાં ધોરણ 12 પાસ યુવાન ડિગ્રી વગર ડોક્ટર બન્યો, દુકાનમાં દવાખાનું ખોલીને દર્દીને ચતપાસ હતો. LCBની ટીમે દરોડા પાડ્યા ત્યારે દવાખાનામાં એન્ટિબાયોટ્કિસ સહિતની દવાઓ પણ મળી આવી હતી.

ઓક્ટોબર-2024

જેતપુરમાં વિજય ભાડેલિયા પાસે ડિગ્રી નહીં હોવા છત્તાં એલોપેથિક પ્રેક્ટિસ કરતાં ઝડપાયો હતો.

દસ્ક્રોઈના કુહા ગામમાં નકલી તબીબ ચલાવતો હતો ક્લિનિક

તાજેતરની જ વાત કરવામાં આવે તો દસ્ક્રોઈના કુહા ગામ ખાતે ઓમ ક્લિનિકમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા ડો. વિવેક યાદવને સ્થાને કોઈ બોગસ માણસ ડિગ્રી વિના જ આ ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર ઘટનાને પગલે ગુજરાત મેડિકલ કમિશને ડો. વિવેક યાદવનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો હતો.  આવી જ રીતે જુલાઈમાં બાવળા ખાતેથી નકલી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ હતી.

બાવળામાં તો નકલી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ 

આ નકલી ડોક્ટરોએ અત્યારસુધીમાં કેટલાય લોકોના જીવને જોખમમાં મૂક્યા હશે તે મોટો સવાલ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ નકલી તબીબો સામે આજીવન કારાવાસ, તોતિંગ દંડ વસૂલવાની માંગ પ્રબળ બની છે. આ ઉપરાંત જે ડોક્ટર પોતાનું ક્લિનિક બોગસ વ્યક્તિને ચલાવવા સોંપતા હોય તેવા ડોક્ટર સામે માત્ર 6 મહિના નહીં પણ આજીવન લાયસન્સ રદ કરવા જેવા પગલાં લેવવા જોઈએ. ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે પ્રત્યેક ડોક્ટર માટે પ્રિસ્કિપ્શનમાં લાયસન્સ નંબર લખવો ફરજીયાત છે.

આ સમાચાર શેર કરો