મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડીસામાં રિક્ષા અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું મોત, સુરેન્દ્રનગરમાં પણ મહિલાઓને નડ્યો અકસ્માત

ગુજરાતમાં આજે બે જગ્યાએ ગમખ્વાર અકસ્માત નોંધાયો છે. જેમાં ડીસામાં બનાસ નદીના પુલ પાસે રિક્ષા અ

ડીસામાં રિક્ષા અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું મોત, સુરેન્દ્રનગરમાં પણ મહિલાઓને નડ્યો અકસ્માત

ગુજરાતમાં આજે બે જગ્યાએ ગમખ્વાર અકસ્માત નોંધાયો છે. જેમાં ડીસામાં બનાસ નદીના પુલ પાસે રિક્ષા અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જ્યારે લીંબડી-રાજકોટ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 

આ પણ વાંચો: ગિરનાર પર રોપ-વે સેવા બંધ કરાઈ, અચાનક કેમ લેવાયો આવો નિર્ણય

ડીસામાં ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત

બનાસકાંઠાના ડીસામાં બનાસ નદીના પુલ પાસે આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ડીસાની નાની આખોલ મહાકાળી મંદિર પાસે ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 1 મહિલાનું મોત થયું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા થયા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસા હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઇજાગ્રસ્તોની હાલત વધુ ગંભીર જણાતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 'ખોટમાં ચાલે છે નું સતત રટણ': રાજકોટની વિવિધ હોસ્પિટલોને PMJAY યોજના હેઠળ સરકારે 422 કરોડ ચૂકવ્યા

સુરેન્દ્રનગરમાં મહિલાઓને નડ્યો અકસ્માત

સુરેન્દ્રનગરમાં લીંબડી-રાજકોટ હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત થતાં 6 મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાણશીણાથી બાવળા કંપનીમાં કામે જતી મહિલાઓને દેવપરા નજીક આ અકસ્માત નડ્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો