Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Tata Capital IPO: Shares will be allotted today, you can check the status on BSE-NSE like this

Tata Capital IPO: શેર્સની આજે થશે ફાળવણી,  BSE-NSE ઉપર સ્ટેટસ આ રીતે તપાસ કરી શકો છો

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Tata Capital IPO: શેર્સની આજે થશે ફાળવણી,  BSE-NSE ઉપર સ્ટેટસ આ રીતે તપાસ કરી શકો છો
સોર્સ : GSTV

Tata Capital IPO Allotment Status: છેલ્લા બે દિવસથી માર્કેટમાં જેથી ખૂબ ચર્ચા હતી એ  ટાટા કેપિટલ આઈપીઓનું સબ્સક્રિપ્શન ગઈકાલે એટલે કે, બુધવારે બંધ થઈ ચુક્યું છે. આ ઈશ્યુને 1.95 ગણી બોલી લગાવાઈ છે. હવે રોકાણકારો ફાળવણીની વાટ જોઈ રહ્યા છે. 

App Store

ટાટા કેપિટલનો આઈપીઓ બુધવારો બંધ થઈ ગયો છે. હવે જાહેર સબ્સક્રિપ્શનને 1.95 ટકા સબ્સક્રિપ્શન મળ્યું છે. 33.34 કરોડ શેર્સની સરખામણીએ 65.12 કરોડ શેર્સની બોલીઓ લાગી. આ આઈપીઓ 7 ઓક્ટોબરે સબ્સક્રિપ્શન માટે ખુલ્યું હતું. કંપનીએ આ ઈશ્યૂના માધ્યમથી 15512 કરોડ રૂપિયા એકઠા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. રોકાણકારો પોતાની ફાળવણીનું સ્ટેટસને MUFG ઈંટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અથવા BSE તેમજ NSEની વેબસાઈટ પર સરળતાથી જોઈ શકે છે.

  રજિસ્ટ્રારની વેબસાઈટ પરથી તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું:


1. સૌપ્રથમ, MUFG Intime India Private Limited વેબસાઇટની મુલાકાત લો.

2. પછી, ડ્રોપડાઉન મેનૂમાંથી 'Tata Capital' પસંદ કરો.

3. તમારો એપ્લિકેશન નંબર, PAN, અથવા DP ક્લાયન્ટ ID દાખલ કરો.

4. સબમિટ બટન પર ક્લિક કરો.

5. પછી તમારી ફાળવણીની સ્થિતિ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

BSE વેબસાઈટ પર તમારી સ્થિતિ કેવી રીતે ચેક કરવી
1. સૌપ્રથમ, BSE વેબસાઈટની મુલાકાત લો.

2. પછી, ઈશ્યૂ પ્રકારમાં 'Equity' પસંદ કરો.

3. ઈશ્યૂ નામ 'Tata Capital' દાખલ કરો.

4. તમારો PAN નંબર દાખલ કરો અને શોધ બટન પર ક્લિક કરો.

5. તમારી ફાળવણીની સ્થિતિ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

 

 NSE વેબસાઈટ પર સ્ટેટસ કેવી રીતે ચેક કરવાનું:

1. સૌપ્રથમ, NSEની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

2. પછી, 'ટાટા કેપિટલ' પસંદ કરો અને ઈક્વિટી અને SME IPO બિડ વિગતો પસંદ કરો.

3. તમારો અરજી નંબર અથવા PAN વિગતો દાખલ કરો.

4. સબમિટ બટન દબાવો.

5. શેર ફાળવણી સ્થિતિ સ્ક્રીન તમારી સ્ક્રીન પર દેખાશે.

 
ટાટા કેપિટલ આઈપીઓ જીએમપી
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ટાટા કેપિટલ લિમિટેડનો ગ્રે માર્કેટ પ્રીમિયમ સુસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ટાટા કેપિટલ આઈપીઓ જીએમપી 7 રૂપિયા પર છે. આનો અર્છ છે કે, આના શેર્સનું લિસ્ટિંગ 326 રૂપિયાના ઈશ્યૂ પ્રાઈસની સરખામણીએ 333 રૂપિયાની નજીક હોઈ શકે છે, જે 2.15 ટકાનું પ્રીમિયમ છે.