Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Surendranagar's NTM School, built during the British rule, remains steadfast despite completing 100 years

VIDEO: સુરેન્દ્રનગરની અંગ્રેજ શાસન સમયે બનેલી NTM Schoolને 100 વર્ષ પૂર્ણ છતાં અડીખમ

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: સુરેન્દ્રનગર શહેરમાં આવેલી એક શાળાને આજે 100 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. છતાં હજી અડીખમ ઊભી છે. આ શાળામાં સાંસદથી લઈને નામાંકીત કલાકારો અને આ એન.ટીએમ.સ્કૂલમાં અભ્યાસ કરી આગળ વધ્યા છે. આ એનએમ 100 વર્ષ પૂર્ણ થયા છતાં એવીને એવી છે. આ સ્કૂલમાં હાલ સાયન્સ, આર્ટસ અને કોમર્સના કુલ 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 100 વર્ષમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને કલાસ વન અધિકારી સુધીની સફર એસએટીએમ શાળામાંથી સિદ્ધ કરી છે.

App Store

 સુરેન્દ્રનગરના એક સમયના શેઠ ગણાતા નારાયણદાસ મૂળજીના બેનને ટીબી થયો હતો ત્યારે ટીબીની સારવાર સુરેન્દ્રનગરમાં કરાવ્યા બાદ તેમના બેન તંદુરસ્ત થઈ ગયા હતા. જેથી તેની યાદમાં આખી શાળા ઊભી કરવામાં આવી હતી. આજે આ શાળાને 100 વર્ષ પૂર્ણ થયા છે. આ આખી શાળાનું સ્ટ્રક્ચર લાકડાં ઉપર ઊભું કરેલું છે. બહારના તાપમાન કરતાં ત્રણ ડિગ્રી તાપમાન શાળાના ક્લાસરૂમમાં ઓછું રહે છે. આજે શાળાને 100 વર્ષ પુરા થતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.