Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold Silver price today: Gold and silver prices are skyrocketing before Diwali, know today's new price

Gold Silver price today: દિવાળી પહેલા સોના અન ચાંદીની કિંમતમાં આગ ઝરતી તેજી, જાણો આજનો નવો ભાવ

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gold Silver price today: દિવાળી પહેલા સોના અન ચાંદીની કિંમતમાં આગ ઝરતી તેજી, જાણો આજનો નવો ભાવ
સોર્સ : GSTV

Gold Silver price today: દિવાળી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં સતત આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ અનુસાર આજે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ એકઝાટકે 1858 રૂપિયા વધી ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ એક જ દિવસમાં 2342 રૂપિયા વધીને દોઢ લાખને વટાવી ગયો હતો. ચાંદીનો એક કિલોનો આજનો ભાવ 150783 રૂપિયા બોલાયો હતો, જે એક રેકોર્ડ છે. 

App Store

સોનાનો ભાવ કેટલો? 
સોનાના ભાવની વાત કરીએ તો આજે પ્રતિ 10 ગ્રામના 1858 રૂપિયાના વધારાના સાથે સોનાનો ભાવ 121799 ને આંબી ગયો હતો. જોકે અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 123220 રૂપિયાને આંબી જતાં ઈન્વેસ્ટરો ખુશખુશાલ દેખાયા હતા. જ્યારે 22 કેરેટના સોનાનો ભાવ 112950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તેની સામે 18 કેરેટનો 92430 અને 14 કેરેટનો 71850 ની આસપાસ પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.   ઉલ્લેખનીય છે કે અનેક નિષ્ણાતો સોનાનો ભાવ પણ ચાલુ વર્ષના અંત સુધીમાં દોઢ લાખને ક્રોસ કરે તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે. 

એક વર્ષમાં સોનું 46000 થી વધુ મોંઘુ થયું 
માહિતી અનુસાર જો આંકડાની વાત કરીએ તો 2025માં 10 મહિનાના ગાળામાં સોનાનો ભાવ 46000 રૂપિયા જેટલો મોંઘો થઈ ગયો છે. જો તમને ખ્યાલ હોય તો 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 76000 રૂપિયાની આજુબાજુ હતો. જે હવે વધીને અમદાવાદમાં 123000ની આજુબાજુ પહોંચી ગયો છે. જ્યારે ચાંદીમાં એક વર્ષમાં પ્રતિ કિલોએ 65000 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષના છેલ્લા દિવસે ચાંદીનો ભાવ કિલોએ 86000 ની આજુબાજુ હતો જે આજે દોઢ લાખને વટાવી જતા એક રેકોર્ડ સર્જાયો છે.