Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : GST rate: Impact of reduced GST: Record business expected this Diwali, traders excited

GST rate: ઘટાડેલા GSTની અસર: આ દિવાળીએ રેકોર્ડ બિઝનેસની અપેક્ષા, વેપારીઓ ઉત્સાહિત

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
GST rate: ઘટાડેલા GSTની અસર: આ દિવાળીએ રેકોર્ડ બિઝનેસની અપેક્ષા, વેપારીઓ ઉત્સાહિત
સોર્સ : GSTV news

GST rate: આ વર્ષે વેપારીઓ માટે દિવાળીનો તહેવાર ખાસ રહેવાનો છે. આ વર્ષે દિવાળીના તહેવારોની મોસમમાં રેકોર્ડ બિઝનેસ થવાની ધારણા છે. વેપારીઓ કહે છે કે બજારમાં હાલમાં ખરીદીનો ધસારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જીએસટી દરોમાં ઘટાડાથી વપરાશમાં વધારો થવાની ધારણા છે, જેના કારણે આ તહેવારોની મોસમમાં રેકોર્ડ વેચાણ થશે.

App Store

આ દિવાળીના તહેવારોની મોસમમાં કેટલો ધંધો થશે?
વેપારીઓના મુખ્ય સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ તહેવારોની સિઝનના કામકાજના સંબંધમાં જુદા જુદા રાજ્યોના સંદર્ભમાં 35 શહેરોના વેપારીઓને આવરી લઇને સર્વે કરાવ્યો છે. કેટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે નવરાત્રીથી દિવાળીની તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે.

મહિના સુધી ચાલનારી આ દિવાળીની સિઝન દરમિયાન 4.75 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થવાનું અનુમાન છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ કારોબાર હશે. અને આ ગયા વર્ષ કરતાં લગભગ ૧૨% નો વધારો દર્શાવે છે. આ ટર્નઓવરમાંથી, ફક્ત દિલ્હીમાં તહેવારોના વેચાણનો અંદાજ રૂપિયા 75,૦૦૦ કરોડનો છે.

પાછલા વર્ષોમાં તહેવારોની મોસમ દરમિયાન કેટલો વ્યવસાય થયો હતો?
કેટના મતાનુસાર ગયા વર્ષે દિવાળીની સિઝન દરમિયાન રૂ. 4.25 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થયો હતો. છેલ્લા ચાર વર્ષોમાં, ખાસ કરીને રોગચાળા પછી, તહેવારોના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. 2021 માં, ટર્નઓવર રૂપિયા 1.25 લાખ કરોડ સુધી પહોંચ્યું, અને તે પછીના વર્ષે, તે વધીને  રૂપિયા 2.5 લાખ કરોડ થયું. આ ટર્નઓવર 2023માં વધુ વધીને રૂ. 3.75 લાખ કરોડ થવાની ધારણા છે. 2024માં તહેવારોનું ટર્નઓવર રૂ. 4.25 લાખ કરોડ અને આ વર્ષે રૂ. 4.75 લાખ કરોડ થવાનો અંદાજ છે. આ રીતે, છેલ્લા ચાર વર્ષમાં દિવાળી સિઝનના વ્યવસાયમાં 3.5% થી વધુનો વધારો થયો છે.

આ વર્ષે તહેવારોના વ્યવસાયમાં વધારો થવાનું મુખ્ય કારણ શું છે?
ખંડેલવાલે જણાવ્યું હતું કે, જીએસટી દર ઘટાડાની અસરથી વ્યવસાયો અને ગ્રાહકો બંનેમાં નવો ઉત્સાહ જાગ્યો છે. જીએટી ઘટાડાથી બચત થશે, જેનો ઉપયોગ ગ્રાહકો તેમની તહેવારોની ખરીદી માટે કરી શકશે. જીએસટી ઘટાડાથી ઘણી વસ્તુઓ સસ્તી પણ થઈ છે. આ વર્ષના તહેવારો દરમિયાન વેચાણમાં વધારો થઈ રહ્યો છે. સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવાના વડા પ્રધાનના આહ્વાનથી આ વર્ષે સ્થાનિક બજાર મજબૂત થવાની અપેક્ષા છે, અને ચીની ચીજવસ્તુઓને ફટકો પડશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દિવાળી પર થયેલો કારોબાર
વર્ષ         (વેચાણ રૂ. લાખ કરોડમાં)
2025        4.75
2024        4.25
2023        3.75
2022        2.50
2021        1.25