Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Cheques of Rs 1 lakh each were given to the families of 17 deceased who died in an accident at the Deesa APMC board meeting

Banaskantha new: ડીસા APMC બોર્ડ બેઠકમાં અકસ્માતે મૃત્યુ પામેલા 17 મૃતકોના પરિવારને અપાયા 1-1 લાખના ચેક

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha new: ડીસા APMC બોર્ડ બેઠકમાં અકસ્માતે મૃત્યુ પામેલા 17 મૃતકોના પરિવારને અપાયા 1-1 લાખના ચેક
સોર્સ : GSTV news

Banaskantha new: બનાસકાંઠાની ડીસા APMC ખાતે આજે બે મહિનાં બાદ યોજાયેલી બોર્ડ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં ખાસ કરીને અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતો અને તેમના પરિવારજનો માટે સહાયરૂપ થતું માનવતાભર્યું પગલું ભરાયું..

App Store

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની APMC ખાતે દર બે મહિને બોર્ડ બેઠક યોજાય છે. તાજેતરની યોજાયેલી બોર્ડમાં મુખ્યત્વે વીમા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ. વીમા કંપની દ્વારા દાવાની પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી, APMC દ્વારા પોતાનાં સ્તરે મૃતક પરિવારજનોને સહાયરૂપ થવા માટે નિર્ણય લેવાયો. આ અંતર્ગત, અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને પ્રતિ એક 1-1 લાખ રૂપિયાના ચેક વિતરણ કરાયા.

આ કાર્યક્રમમાં કુલ 17 ચેક અર્પણ કરવામાં આવ્યા, એટલે કે 17 મૃતકના પરિવારને 17 લાખની સહાય આપવામાં આવી. આ પ્રસંગે APMC ચેરમેન ગોવાભાઈ દેસાઈ તેમજ બોર્ડ ઑફ ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા. ચેરમેન દ્વારા જણાવાયું કે, હજુ પેન્ડિંગ કેસો મંજૂર થયા બાદ અન્ય પરિવારજનોને પણ ચેક આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, APMC દ્વારા કરવામાં આવેલી આ સહાય માત્ર આર્થિક મદદ નથી, પરંતુ ખેડૂતોના પરિવારોને જીવતર માટેની એક મહત્વપૂર્ણ રાહત છે..

બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતો માટે APMC દ્વારા હાથ ધરાયેલ આ માનવતા ભર્યું પગલું પરિવારજનો માટે આશ્વાસન સાબિત થયું છે. આર્થિક સહાય મળતાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને નવો સહારો મળ્યો છે.