VIDEO: અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
VIDEO: રાજ્યમાં નવરાત્રી પૂર્ણ થયાને 2 દિવસ થયા છતાં હજી ચોમાસું સત્તાવાર રીતે પૂર્ણ નથી થયું. હવામાન વિભાગે હજી વરસાદની આગાહી કરી છે. જેમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉદભવતા વરસાદની શક્યતા વ્યકત કરી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસાદની શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત દરિયા કિનારે 40થી 50 કિલોમીટની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને જોતા માછીમારોને આવતા 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર LCS-3 લાગુ કરવામાં આવ્યું છે. દક્ષિણના દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી હજી ચોમાસું જવાનું જાણે નામ નથી લઈ રહ્યું. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા આગામી 3 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ જશે. જેથી અમદાવાદમાં વાદળની સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાકમાં અરબ સાગરની સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. જેથી ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. વળી દક્ષિણ ભારતના રાજ્ય એવા ઓડિશા પાસે
ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદ વરસશે. સારા સમાચાર એ છે કે, વેરાવળ અને ભરૂચ પાસે મોન્સૂન વિડ્રોઅલ લાઈન પહોંચી છે. જેથી ધીમે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે.

