Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : VIDEO: MGVCL team checks power theft worth over Rs 10 crore in Dahod district

VIDEO: દાહોદ જિલ્લામાં 10 કરોડથી વધુ વીજચોરી પકડાતા MGVCLની ટીમ દ્વારા ચેકિંગ

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV news

 VIDEO: દાહોદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર 10 કરોડ કરતાં વધુની વીજચોરીને લઈ એમજીવીસીએલની વિજિલન્સની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. સમગ્ર દાહોદ જિલ્લામાં આશરે એક હજારની ટીમ દ્વારા જુદાજુદા તાલુકાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધી 700 ઉપરાંત શંકાસ્પદ મીટર ઝડપાયા હતા. 254 ઉપરાંત મીટરમાંથી પરીક્ષણ દરમિયાન 222માં ચોરી ઝડપાઈ, જે 2 કરોડ 70 લાખ ઉપરાંતની થાય છે. હાલ શંકાસ્પદ 400 ઉપરાંત મીટરની તપાસ બાકી છે. આ સઘન ચેકિંગ બાદ આ વીજચોરીનો આંકડો 10 કરોડ ઉપરાંત પહોંચી શકે તેમ છે. 

App Store

દાહોદ જિલ્લા એમજીવીસીએલની તપાસમાં વેપારી, તબીબો નેતાઓના પણ વીજ ચોરીમાં નામ આવવાની શક્યતાઓ છે. એક મહિના ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એમજીવીસીએલ દ્વારા દાહોદ અને લીમડીમાં 400થી વધુ ઝાલોદમાં 60, લીમખેડામાં 25થી વધુ સહિત 600 શંકાસ્પદ વીજમીટરો પકડાયા  છે. આ વીજચોરો સામે mgvclમાં એફઆઇઆર નોંધાઇ છે.