મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યુટ્યુબના નકલી 'પ્લે બટન'નો કારોબાર, સુરતનો કારીગર 3500માં ઘેરબેઠાં સિલ્વર-ગોલ્ડ બટનની કરે છે ડિલીવરી

યુટ્યૂબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન મેળવવા એ દરેક ઈન્ફ્લુએન્સરનું સપનું હોય છે ત્યારે વ્યૂઅર્સ વધારવા મથતાં અનેક નકલી

યુટ્યૂબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન મેળવવા એ દરેક ઈન્ફ્લુએન્સરનું સપનું હોય છે ત્યારે વ્યૂઅર્સ વધારવા મથતાં અનેક નકલી ઈન્ફ્લુએન્સર બજારમાં પોતાની વાહવાહી વધારવા રૂ.3500 ખર્ચીને બેકગ્રાઉન્ડમાં પ્લે બટન બતાવે છે ત્યારે તેમનો વ્યૂઅર શીપનો ગ્રાફ વધે છે. બીજી તરફ માત્ર સ્ટીલના પતરામાંથી બનતા આ પ્લે બટનના વેચનારને રૂ.3500 મળે છે. આમ બંને તરફ નકલી માનસિક્તા છતી થાય છે અને પ્લે બટનનો વેપાર ધમધોકાર ચાલે છે. 

સુરતમાં નકલી ગોલ્ડ અને સિલ્વર બટન બનવવામાં આવી રહ્યા છે 

બીજી તરફ અનેક ઈન્ફ્લુએન્સર દિવસ રાત મહેનત કરીને પોતાના ફોલોઅર્સ વધારવાની મથામણ કરી રહ્યા છે. ગુગલને પોતાને પણ ખબર નહીં હોય એ રીતે ગુજરાતના સુરતમાં એકદમ સાચા જેવા જ લાગતા સ્ટીલના ગોલ્ડ અને સિલ્વર બટન ઓનલાઈન રૂ.3500 માં વેચાય છે. 

લોખંડના વેલ્ડિંગની દુકાનમાં વેચાય છે યુટ્યુબ બટન 

આ બટનને ગોલ્ડન કે સિલ્વર કલરમાં પ્લેટિંગ કરીને વેચવામાં આવે છે. ત્યારે સુરતના એક સ્ટીલના કારીગરે એકદમ યુટ્યુબ જેવા જ સિલ્વર અને ગોલ્ડ બટન લોખંડના વેલ્ડિંગની દુકાનમાં વેચાતા જોઈને ગુજરાતના અનેક ઈન્ફ્લુએન્સરને અને સબસ્ક્રાઈબરને આ વીડિયો જોઈને ફાળ પડી જાય અને સાથે તે ખરીદવાની લાલચ પણ થઈ જાય.

રૂ.3500 માં ગોલ્ડ અને સિલ્વર બટન બનાવી આપે છે

હાલમાં વાઈરલ થયેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સુરતના એક લોખંડની વેલ્ડિંગની દુકાનમાં આ લોખંડનો કારીગરે યુટ્યુબના બટન વેચવાની જાહેરાત બનાવી છે. જેમાં તેઓ ફક્ત રૂ.3500 માં ગોલ્ડ અને સિલ્વર બટન બનાવી આપે છે અને આખા દેશમાં તેની હોમ ડિલીવરી કરી આપે છે. સુરતથી વેચી રહેલા લોખંડના કારીગરે સિલ્વર પ્લે અને ગોલ્ડ પ્લે બટન બનાવવાની કારીગરી પણ વિસ્તાર પૂર્વક દર્શાવી છે. આ બટન સ્ટીલના પતરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને અસલ યૂટ્યૂબ બટનની જેમ કાપી લેવામાં આવે છે અને તેમાં યુટ્યૂબના ટ્રાયંગલને મૂકવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો