મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: '210 ટન વજનનું વિશ્વનું સૌથી મોટું શિવલિંગ', બિહારના વિરાટ રામાયણ મંદિરમાં થઈ સ્થાપના

વિશ્વનું સૌથી મોટું શિવલિંગ આજે બિહારના મોતીહારીમાં આવેલા વિરાટ ર

તસવીર: google

વિશ્વનું સૌથી મોટું શિવલિંગ આજે બિહારના મોતીહારીમાં આવેલા વિરાટ રામાયણ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. 210 ટન વજનનું આ 33 ફૂટ ઊંચું અને 33 ફૂટનો ઘેરાવો ધરાવતું આ શિવલિંગ છે. આ શિવલિંગની સ્થાપના સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ હાજરી આપી છે. વિશાળ શિવલિંગને ઉપાડવા માટે 700 અને 500 ટનની ક્ષમતા ધરાવતી બે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિરાટ રામાયણ મંદિરના નિર્માણ માટે પૂર્વ ચંપારણના કૈથવાલિયાને કેમ પસંદ કરવામાં આવ્યું? એ બાબાતે એક શ્રદ્ધાળુ સાધુએ સમજાવ્યું કે, ભગવાન રામ તેમના લગ્ન પછી જનકપુરથી પાછા ફરતી વખતે અહીં એક રાત રોકાયા હતા. જેના લીધા આ ગામનું નામ બહુઆરા રાખવામાં આવ્યું હતું. અહીં રામજાનકી પથનું નિર્માણ ચાલી રહ્યું છે. બહુઆરા ગામ વિરાટ રામાયણ મંદિરની સીમાની પૂર્વમાં આવેલું છે.

શિવલિંગની ખાસ વિશેષતાઓ

આ શિવલિંગ 33 ફૂટ ઊંચું અને 33 ફૂટનો પરિઘ ધરાવે છે. આ શિવલિંગ જ્યાં સ્થાપિત થશે તે મંદિર સંકુલ 120 એકરમાં ફેલાયેલું છે. તેનો લક્ષ્ય વિસ્તાર ૧૫૦ એકર રાખવામાં આવ્યો છે. વિરાટ રામાયણ મંદિર સંકુલમાં કુલ 22 મંદિરો અને 12 શિખરો હશે. મંદિર 1080 ચોરસ ફૂટ લાંબુ અને 540 ચોરસ ફૂટ પહોળું હશે. સૌથી ઊચું શિખર 270 ફૂટ ઊંચો હશે. ત્યારબાદ 190 ફૂટ પર એક શિખર, 180 ફૂટે ચાર શિખર, 135 ફૂટ પર એક શિખર અને 108 ફૂટ પર પાંચ શિખરો હશે. સંકુલની ભવ્યતા જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહેલેથી જ આવી રહ્યા છે.

વિરાટ રામાયણ મંદિરની બીજી એક અનોખી વિશેષતા છે. તે ભગવાન રામના વતન, અયોધ્યા અને માતા સીતાના જન્મસ્થળ, જનકપુર-નેપાળ વચ્ચે મોતીહારીના કૈથવાલિયામાં બનાવવામાં આવી રહ્યું છે. તેનું નામ જાનકીનગર રાખવામાં આવ્યું છે. રામજાનકી પથ નિર્માણ માર્ગમાં આ મંદિર અયોધ્યાથી 315 કિલોમીટર દૂર છે, અને જનકપુર ધામથી આશરે 115 કિલોમીટર દૂર છે. બિહારની રાજધાની પટનાથી 120 કિલોમીટર દૂર  છે.  અયોધ્યાથી જનકપુર ધામ માટે બની રહેલા રામ જાનકી પથના માર્ગે જાનકીનગરમાં બની રહેલું આ મંદિર પોતાની ભવ્યતા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થશે.

આ સમાચાર શેર કરો