VIDEO: અમદાવાદના જશોદાનગરમાં મહિલાઓએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદના જશોદાનગરમાં ગેરકાયદે દબાણ હટાવવા મુદ્દે AMCની ટ
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદના જશોદાનગરમાં ગેરકાયદે દબાણ હટાવવા મુદ્દે AMCની ટીમ દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરી દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ હતી. રોષે ભરાયેલી મહિલાઓએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી 1 મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.. સ્થાનિકોએ AMCની ટીમ પર હુમલો કરી ગાડી પર પથ્થરમારો કર્યો.
પૈસા વસૂલ્યા હોવા છતાં ડિમોલિશનની કાર્યવાહી માટે પહોંચ્યા
સ્થાનિકોનો આરોપ છે કે એસ્ટેટ વિભાગે અગાઉ દુકાનદારો પાસેથી પૈસા વસૂલ્યા હોવા છતાં ડિમોલિશનની કાર્યવાહી માટે પહોંચ્યા હતા.આ બનાવે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
જશોદાનગરના એક વેપારીની દુકાન પર બુલડોઝર ફેરવવા મામલે ત્યાંના વેપારીઓ રોષે ભરાયા છે. વેપારીઓએ જશોદાનગરમાં બંધ કરાવાયો છે. બેનરો સાથે એએમસી સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્થાનિક વેપારીએ આરોપ લગાવતા કહ્યું કે, 'વેપારીઓને ડિમોલિશનના નામે હેરાન કરો છો. બે-બે લાખ રૂપિયા માંગો છો. મોટા મોટા અધિકારીઓ પૈસા માંગે છે.'






