શૈલેષ પરમારે પથ્થર માર્યાં છતાં પોલીસે કેમ ના નોંધી ફરિયાદ? જોઇ લો આ VIDEO
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના છેલ્લા કેટલાક દિવસ

ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. કોંગ્રેસની ફરિયાદ છતાં પોલીસે ઢીલી નીતિ અપનાવી અને જ્યારે ઘટના બની ત્યારે પોલીસ ઉંઘમાંથી જાગી હોય તેમ આરોપીઓના નામ લખવામાં પણ આંખ આડા કાન કરતી હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
શૈલેષ પરમાર પર ક્યા નેતાના ચાર હાથ
દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બની ત્યારે દોડીને હાથમાં પથ્થર લઇને પથ્થર મારતા જોવા મળ્યા હતા. જોકે, કોંગ્રેસના કાર્યકરોની પથ્થરમારા દરમિયાન અટકાયત કરવામાં આવી હતી અને તેમને રિમાન્ડ પર લઇને જેલના હવાલે કરવામાં આવ્યા હતા. જોકે, જ્યારે પોલીસે ફરિયાદ નોંધી ત્યારે શૈલેષ પરમારને બચાવવામાં આવતા હોય તેમ તેમનું નામ જ ફરિયાદમાંથી ગાયબ હતું અને તેમની સામે કોઇ કાર્યવાહી પણ કરવામાં આવી નહતી.
અત્યારે ચર્ચા ચાલી રહી છે કે ફરિયાદમાં શૈલેષ પરમારનું નામ ભાજપના નેતાઓએ કેમ ના લખાવ્યું. એક મિનિટ માટે માની લઈએ કે રાજકીય દોસ્તી કહો કે પછી સાંઠ ગાંઠના કારણે શૈલેષ પરમારને ફરિયાદમાંથી ભાજપે બાકાત રાખ્યા પરંતુ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તે પોલીસે પણ આ મામલે ઢાંકપીછોડો કર્યો અથવા તો કોઈ ના દબાણ વશ કદાચ કામગીરી કરી હોય તેવી ગંધ આવી રહી છે.
શૈલેષ પરમારે પથ્થર માર્યા છતાં કેમ કોઇ કાર્યવાહી નહીં
જ્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર પથ્થર મારો થયો ત્યારે દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ત્યાં હાજર હતા અને તે પણ પથરા ફેકતા દેખાઈ રહ્યા છે. પોલીસે સરકાર તરફે જે ગુનો દાખલ કર્યો તેમાં પણ શૈલેષ પરમારનું નામ નથી લખવામાં આવ્યું એટલે કે પ્રથમ દ્રષ્ટિએ શૈલેષ પરમારને સમગ્ર મામલામાંથી બાકાત પોલીસે જ રાખ્યા છે.
ચર્ચા તો એ પણ થઈ રહી છે કે જ્યારે પથ્થર મારા બાદ પોલીસે અટકાયતની કામગીરી કરી ત્યારે કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને એ તમામને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા ત્યારબાદ સિનિયર કોંગી નેતાઓ પહોંચ્યા અને આ જે અન્ય નેતાઓ કે જેના નામ ફરિયાદમાં હતા કે પછી જેઓ પથ્થર મારો કરી રહ્યા હતા તે લગભગ 23 જેટલા નેતા અને કાર્યકર્તાઓને પોલીસે હળવેકથી રવાના કરી દીધા હતા.
ચર્ચા તો એ પણ થઈ રહી છે કે બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ વાતની જાણ થતા આખી રાત પોલીસે શોધખોળ શરૂ કરી પરંતુ એક પણ નેતા કે કાર્યકર્તા મળી આવ્યા નહીં એટલે કે વાત સ્પષ્ટ થઈ રહી છે કે પોલીસે સમગ્ર મામલે આંખ આડા કાન કરી કોંગ્રેસના નેતાઓને છાવરવાનો પ્રયત્ન કર્યો હતો તો શું તમે ધારાસભ્ય બનો તો કાયદાનું આડકતરું રક્ષણ તમને મળે કે પછી પોલીસની મીઠી નજરના કારણે સમગ્ર મામલે ઢાંક પીછોડો કરી અને શૈલેષ પરમાર ને પોલીસે જ બચાવ્યા








