VIDEO: ઠક્કરબાપા નગરમાં સામૂહિક રીતે કરાયું મતદાન, સ્થાનિકો ઢોલ-નગારા સાથે પોલિંગ બૂથ પર પહોંચ્યા
અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં રહીશોએ સામૂહિક રીતે મતદાન કર્યું છે. સરદારપાર્ક, માતૃ બંગલો સહિતની સોસાયટીઓ
અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં રહીશોએ સામૂહિક રીતે મતદાન કર્યું છે. સરદારપાર્ક, માતૃ બંગલો સહિતની સોસાયટીઓના લોકો ઢોલ-નગારા સાથે મતદાન મથક પહોંચ્યા હતા. ફર્સ્ટ વોટર, મહિલાઓ અને સિનિયર સિટીઝનોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું. સમગ્ર વિસ્તારમાં લોકશાહીના પર્વનો ઉત્સવમય માહોલ જોવા મળ્યો અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી હતી.


