મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની શાળામાં AC લગાવવા મુદ્દે શિક્ષિકા વાલીઓને ફોસલાવતી હોવાનો વીડિયો વાયરલ

અમદાવાદની રાજસ્થાન સ્કૂલની મોટી ગેરરીતિ સામે આવી છે. જ્યાં શાળાના ક્લાસરુમમાં AC લગાવવા માટે સ્કુલના મે

અમદાવાદની રાજસ્થાન સ્કૂલની મોટી ગેરરીતિ સામે આવી છે. જ્યાં શાળાના ક્લાસરુમમાં AC લગાવવા માટે સ્કુલના મેનેજમેન્ટ દ્વારા વર્ષના વચલા દિવસે વાલીઓ પાસેથી વિદ્યાર્થી દીઠ એક-એક હજાર રુપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. અગાઉ પણ આ મામલો સામે આવતા જ અમદાવાદ શહેરના DEOએ શાળાને નોટીસ ફટકારી હતી પરંતુ જાણે શાળા DEOની નોટીસને ઘોળીને પી ગઈ હોય તેમ શાળાના વર્તનમાં કોઈ ફેર દેખાયો નથી.

આ પણ વાંચો : શાળામાં AC લગાવવા પ્રતિ વિદ્યાર્થી રૂ.1000 ઉઘરાવ્યા, DEOની ખાનગી શાળાને ઠપકા સાથે નોટિસ

DEOની નોટીસ બાદ પણ શાળાએ વાલીઓને બોલાવ્યા અને વાલીઓ પાસેથી સંમતિ મેળવી પૈસા ભરવવાનું ચાલુ રાખ્યું. શાળાના મેનેજમેન્ટનું કહેવું છે કે, શાળામાં ભણતા બાળકોની સુવિધા વધે તો પૈસા પણ વધે. આ દરમિયાન પૈસા લેવા એક એક વાલી સાથે પ્રિન્સિપલ અને સ્ટાફ સમજાવવાની કામગીરી શરુ કરી હતી. શાળામાં AC લગાવવા માટે પૈસાની ઉઘરાણી કરવા વાલીઓને સમજાવતી એક શિક્ષિકાનો વીડિયો પણ સામે આવ્યો છે.

રાજસ્થાન સ્કૂલના આ વીડિયો વાયરલ થયા બાદ ફરી DEOએ શાળાને નોટિસ ફટકારી હતી. શાળાના આ નિર્ણય બાબતે DEOએ નિંદા પણ કરી હતી. તેમજ ઉઘરાણી કરેલ પ્રત્યેક વાલીને તેમના પૈસા પાછા આપવા ટકોર કરી હતી.

આ સમાચાર શેર કરો